मनोरंजन

રામચરણને ત્યાં ટ્વિન્સનો જન્મ, હોસ્પિટલમાં ટોળાં વચ્ચે ફસાયો | Ram Charan’s wife gives birth to twins gets stuck in a crowd at the hospital



– ઉપાસનાએ પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો

– બે વર્ષની દીકરી સાથે હોસ્પિટલમાં પત્નીને મળવા ગયો તો ટોળાંએ ધક્કામુક્કી મચાવી

મુંબઈ: રામચરણની પત્ની ઉપાસનાએ એક પુત્ર તથા એક પુત્રી એમ ટ્વિન્સને જન્મ આપ્યો છે. 

રામચરણના પિતા તથા પીઢ અભિનેતા ચિરંજીવીએ આ ખુશખબર ચાહકો સાથે શેર કર્યા હતા. 

જોકે, રામચરણ હોસ્પિટલમાં પત્નીને મળવા પહોંચ્યો ત્યારે ટોળાંએ ભારે ધક્કામુક્કી કરી મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો છે. 

ચિરંજીવીએ શનિવારે શેર કર્યું હતું કે  ઉપાસના એક દીકરો અને એક દીકરી એમ ટ્વિન્સની માતા બની છે. તે સાથે જ ચાહકો તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો દ્વારા અભિનંદનનો વરસાદ થયો હતો. 

રામચરણ રવિવારે સવારે તેની બે વર્ષની દીકરી ક્લિન કારા સાથે હોસ્પિટલમાં પત્ની ઉપાસનાને મળવા પહોંચ્યો હતો. જોકે, હોસ્પિટલની બહાર તેની ઝલક નિહાળવા માટે હજારોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તમામ સલામતી વ્યવસ્થાઓ પડી ભાંગી હતી. રામચરણે પોતાના હાથોમાં નાની દીકરીને માંડ માંડ સાચવી હતી. 

પોલીસ તથા સિક્યુરિટીએ ટોળાંને વિખેરવા જહેમત કરવી  પડી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો પણ વાયરલ થયો છે અને ઓનલાઈન યૂઝર્સએ ટોળાંની ચેષ્ટાને વખોડી કાઢી છે. લોકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં એકથી વધુ સેલિબ્રિટીઓ ટોળાંની આવી હરકતોનો ભોગ બની ચૂક્યા છે. પછી કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે દોષનો ટોપલો સેલિબ્રિટીને માથે ઓઢાડવામાં આવે છે. 



Source link

Related Articles

Back to top button