गुजरात

૧૪ વર્ષની પુત્રી સાથે દુષ્ક્મ ગુજારનારા સાવકા પિતાને આજીવન કેદની સજા | Stepfather sentenced to life imprisonment for raping 14 year old daughter



વડોદરા : ૧૪ વર્ષની સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ ગુજારનારા સાવકા
પિતાને દુષ્કર્મ કેસમાં કસુરદાર ઠેરવી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી.ન્યાયાધીશે
ચૂકાદામાં નોંધ્યું હતું કે
, પિતાએ દીકરી માટે સુરક્ષાનું કવચ હોય છે,
પરંતુ અહીં આરોપીએ તે અતૂટ વિશ્વાસની હત્યા કરી છે.ન્યાયાધીશે
સગીરાને વળતર પેટે ૨ લાખ ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો.

કેસની વિગત એવી છે કે, વડોદરામાં રહેતા આરોપીએ વર્ષ ૨૦૨૩ થી ૨૦૨૫
દરમિયાન જ્યારે પત્ની નોકરી પર જતી ત્યારે તે સગીર સાવકી પુત્રીને ડરાવી-ધમકાવી
વારંવાર દુષ્કર્મ આચરતો હતો. આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સગીરાની નાનીએ આરોપીને
શંકાસ્પદ હાલતમાં જોયો અને ત્યારબાદ સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી. આ અંગેનો કેસ
અદાલતમાં ચાલી જતા સરકારી વકીલે એન.યુ.મકવાણાએ દલીલો કરતા જણાવ્યું હતું કે
,
રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે તે સમાજ માટે સૌથી મોટો ખતરો છે.

ભોગ બનનાર સગીરાની જુબાની અને મેડિકલ રિપોર્ટને કોર્ટે મુખ્ય
પુરાવા તરીકે ગ્રાહ્ય રાખ્યા હતા.  આ કેસનો
ચુકાદો આપતા ન્યાયાધીશે માતાની ભૂમિકા અંગે પણ ખેદ વ્યક્ત કર્યો કે તેણે પુત્રીની
વાત પર વિશ્વાસ ન કરીને આરોપીને પ્રોત્સાહન પૂરું પાડયું હતું. કોર્ટે સ્પષ્ટપણે
જણાવ્યું કે આવા ગંભીર પ્રકારના ક્રાઇમમાં કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવી શકાય નહીં
, કારણ
કે તે સમાજના નૈતિક મૂલ્યોને હચમચાવી નાખનારો ગુનો છે.



Source link

Related Articles

Back to top button