એસ.ટી. બસ રસ્તા વચ્ચે મુકીને ડ્રાઇવર જતો રહ્યો, ૪૫મુસાફરો અટવાયા | ST bus driver leaves in the middle of the road 45 passengers stranded

![]()
વડોદરા શહેર નજીક વાસદ પાસે ગઈકાલે રાત્રે વડોદરાથી દીવ જતી એસટી બસ ડ્રાઇવર અધવચ્ચે મૂકીને જતો રહેતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. ઘટનાની જાણ થતા એસટી વિભાગમાં દોડધામ મચી ગઈ હતી અનેવૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી ડ્રાઈવરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો હતો.
વડોદરા ડેપોથી એસટી બસ રાત્રે નિર્ધારિત સમય કરતાં મોડેથી ઉપડી હતી. દરમિયાન વાસદ નજીક નંદેસ રી ગામ પાસે હાઇવે પર ડ્રાઇવરે અચાનક બસ રોકી દઈ મુસાફરોને લઘુશંકા માટે જઈ આવું છું કહી બસ મૂકીને ચાલ્યો ગયો હતો. લાંબા સમય સુધી ડ્રાઇવર પરસ્ત નફરતા મુસાફરો ચિંતામાં મુકાયા હતા. ઠંડે ક્ટરે તાત્કાલિક આ બાબતેવિભાગના અધિકારીને જાણ કરતા અન્ય ડ્રાઇવરની વ્યવસ્થા કરવામાં આવી હતી, જોકે આ દરમિયાન મુસાફરોને લગભગ એકકલાક સુધી રાહ જોવી પડી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારનિંગમ, વડોદશવિભાગના વડોદરા ડેપો ખાતે ડ્રાઇવસ્તરીકે ફરજ બજાવતા કમલેશ પુનમભાઈ પરમારને ડેપો મેનેજર દ્વારાતાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. હુકમમાં જણાવ્યા મુજબ, તા. ૩૦ જાન્યુઆરીએ કમલેશ પરમાર વડોદરા -દીવ રૂટ પરંબસ ચલાવી રહ્યા હતા. તે દરમિયાન નંદેસરી નજીક હાઇવે પરબસ મૂકીને જતા રહેતાં મુસાફરોને ભારે અસુવિધા સહન કરવી પડી હતી. આ ઘટનાથી સંસ્થાના સંચાલનમાં વિક્ષેપ ઊભો થયો હોવાસાથે એસટીની પ્રતિષ્ઠાને ઝાંખપ લાગે તેવી ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનો હુકમમાં ઉલ્લેખ કરાયો છે.
ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો મુસાફરોનો આક્ષેપ
આ ઘટનાનો એક મુસાફરે વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. જેમાં મુસાફર જણાવે છે કે, બસ રાત્રે ૯વાગે ઉપડવાની હતી પરંતુ લગભગ એક કલાક મોડેથી ઉપડી હતી. ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો અને બે વખત અકસ્માત થતો રહી ગયો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. વીડિયોમાં કંડક્ટર જણાવે છે કે, ડ્રાઈવર ફાજલપુર-નંદેસરી ચોકડી વચ્ચે બસ મૂકીને આવુ છું કહી ગયો હતો, પરંતુ ત્યારબાદ પરત આવ્યો ન હતો.


