गुजरात

જામનગરમાં SIRની કામગીરીને લઈને મહિલા કોર્પોરેટરની જનતા રેડ, નામ કમીની અરજી કરનાર શખસ અભણ હોવાનો દાવો | Women corporator’s Raids over SIR’s work in Jamnagar



Jamnagar News : જામનગરમાં SIRની કામગીરીમાં ચોક્કસ જ્ઞાતિ/વર્ગના લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવી રહી હોવાના મામલે વોર્ડ નંબર 12ના મહિલા કોર્પોરેટરે જનતા રેડ કરી હતી. મહિલા કોર્પોરેટરે કેટલાક ખુલાસા કર્યા છે. 

મળતી માહિતી મુજબ, જામનગરમાં SIRની કામગીરીની આડમાં મતદાર યાદીમાંથી નામો કમી કરાતા હોવાને લઈને વોર્ડ નં.12ના કોર્પોરેટર જેનબબેન ખફીએ જનતા રેડ કરી હતી. આ પછી તેમણે એક ચોંકાવનારો ખુલાસો રજૂ કરતા સરકારી તંત્રની કામગીરી અંગે લોકોમાં રોષ ફેલાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં 15 લાખ વૃક્ષો અને 261 દુર્લભ પ્રજાતિ છતાં પક્ષીઓ અસુરક્ષિત, VVIP ‘દેખાડા’ માં માળાઓનો સોથ વળાયો

વોર્ડ નં.12ના મહિલા કોર્પોરેટર જેનબબેન ખફી સહિત 92 જેટલાં લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાની કોઈએ અરજી કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે કોર્પોરેટર જનતા રેડ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અરજી કરનાર શખસને વાંચતા, લખતા આવડતું જ નથી અને તે અભણ હોવાનું બહાર આવ્યું છે. 



Source link

Related Articles

Back to top button