राष्ट्रीय

રાષ્ટ્રપતિ ભવનને અંદરથી જોવાનો મોકો, માત્ર રૂ.50 ટિકિટ, જાણો કેવી રીતે કરી શકશો ઓનલાઇન બુકિંગ | Visit Rashtrapati Bhavan How to Book Tickets Online for a Tour of India’s Presidential Estate



Visit Rashtrapati Bhavan: ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન રાષ્ટ્રપતિ ભવન, દિલ્હીના સૌથી પ્રતિષ્ઠિત સ્થળોમાંનું એક છે. લોકો બહારથી તેને જોવા માટે ઉમટી પડે છે. જ્યારે તમને ખબર પડે કે, રાષ્ટ્રપતિ ભવનની અંદરના હોલ, ડાઇનિંગ એરિયા અને સ્થાપત્ય જોવાની તક છે, ત્યારે કોણ મુલાકાત લેવાનું પસંદ નહીં કરે? એચ શેપમાં બનાવેલું આ સ્ટ્રક્ચર્ડ માસ્ટરપીસ 330 એકરમાં ફેલાયેલું છે. 

રાષ્ટ્રપતિ ભવન 340 રૂમ ધરાવે છે અને તે માત્ર એક ઇમારત નથી, પરંતુ ભારતના ઇતિહાસ, લોકશાહી અને વારસાની ભવ્યતાનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમને લાગે છે કે, રાષ્ટ્રપતિ ભવનને અંદરથી જોવું એ સામાન્ય લોકો માટે એક સ્વપ્ન છે, તો તમે ખોટા છો. હકીકતમાં રાષ્ટ્રપતિ ભવનના કેટલાક ભાગોને જાહેર જનતા વિઝિટર તરીકે જોઈ શકશે. 

રાષ્ટ્રપતિ ભવનના આ ભાગો જોઈ શકાશે

રાષ્ટ્રપતિ ભવનની અંદરના કેટલાક વિસ્તારો જાહેર જનતા માટે ખુલ્લા છે. જેમાં એ વિસ્તારનો સમાવેશ થાય છે, જ્યાં રાષ્ટ્રપતિ વિશ્વભરના નેતાઓને મળે છે અને ઔપચારિક ભોજન સમારંભ યોજાય છે.

રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહ જ્યાં યોજાય છે તે હોલ.

સંગ્રહાલય સહિત ઇમારતના કેટલાક ભાગોમાં, આજ સુધીના તમામ રાષ્ટ્રપતિઓના ચિત્રો પ્રદર્શિત થાય છે. તમે આ વિસ્તારો પણ જોઈ શકો છો.

તો, જો તમે રાષ્ટ્રપતિ ભવનની અંદરનો ભાગ જોવાનું આયોજન કરી રહ્યા છો, તો ટિકિટ કેવી રીતે બુક કરવી અને સમય શું છે તે જાણો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર, મુંબઈમાં યોજાઇ શપથવિધિ

ટિકિટ કેવી રીતે બુક કરવી

રાષ્ટ્રપતિ ભવનની અંદરનો ભાગ જોવા માટે પ્રી-બુકિંગ જરૂરી છે. બુકિંગ સત્તાવાર વેબસાઇટ  visit.rashtrapatibhavan.gov.in પરથી કરી શકાશે. બુકિંગ કર્યા પછી પ્રવેશ માટે સુરક્ષા તપાસ કરવામાં આવે છે અને ગ્રૂપને એક માર્ગદર્શક દ્વારા અંદર લઈ જવામાં આવે છે.

ટિકિટ કિંમત અને સમય

ભવનની મુલાકાત લેવાનો ખર્ચ પ્રતિ વ્યક્તિ ₹50 છે.

મુલાકાતીઓ મંગળવારથી રવિવાર સુધી રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લઈ શકે છે.

સમય સવારે 9:30થી સાંજે 4:30 વાગ્યા સુધીનો છે, જેમાં છેલ્લી એન્ટ્રી સાંજે 4 વાગ્યે છે.

મુલાકાતીઓ પાસે રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેવા માટે કુલ 45 મિનિટનો સમય છે.

આ પણ વાંચો: સાધ્વી પ્રેમ બાઈસાનું મોત કયા કારણે થયું? SITની રચના, ઇન્જેક્શન આપનારા કમ્પાઉન્ડરની પૂછપરછ

કેવી રીતે પહોંચવું

રાષ્ટ્રપતિ ભવનની સૌથી નજીકનું મેટ્રો સ્ટેશન સેન્ટ્રલ સેક્રેટરીએટ છે, જ્યાં ગેટ નં. 38 એક કિલોમીટર દૂર છે. જ્યારે પટેલ ચોક મેટ્રો સ્ટેશન ગેટ નં. 38થી બે કિલોમીટર દૂર છે.

આ બાબતો ધ્યાનમાં રાખવું આવશ્યક

રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત લેવા માટે પ્રી-બુકિંગ જરૂરી છે.

કૃપા કરીને તમારી સાથે માન્ય સરકારી ઓળખપત્ર રાખવું.

મોબાઇલ ફોન, બેગ, કેમેરા અને ઈલેક્ટ્રોનિક્સ પ્રતિબંધિત છે.

સર્કિટ 1 – શુક્રવાર, શનિવાર અને રવિવારે ખૂલ્લું રહે છે.

સર્કિટ 2 – સોમવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ ખૂલ્લું રહે છે.

સર્કિટ 3 – ઑગસ્ટથી માર્ચ સુધી શુક્રવારથી રવિવાર ખૂલ્લું રહે છે.



Source link

Related Articles

Back to top button