અમેરિકામાં ફરી શટ-ડાઉન : પહેલા શટડાઉન 43 દિવસનો હતો આ વખતે ફરી ફંડીંગ અટક્યું | Shutdown in America again: The first shutdown lasted 43 days this time funding has stopped again

![]()
– સત્તારૂઢ પાર્ટી ખર્ચ માટેનું બિલ પસાર કરાવી શકી નથી
– ફંડના અભાવે શિક્ષણ, આરોગ્ય, માનવસેવા, પરિવહન, ટ્રેઝરી અને હોમ લેન્ડ સિક્યુરિટી ઉપરાંત સંરક્ષણ વિભાગને પણ ઘેરી અસર થશે
વોશિંગ્ટન : અમેરિકા ફરી એકવાર શટ-ડાઉન એટલે કે તાળાબંધી જાહેર થઈ છે કારણ કે સેનેટમાં ફરી ફંડીંગ બિલ અટક્યું છે. પ્રમુખ ટ્રમ્પ આથી ટેન્શનમાં છે કારણ કે આ પૂર્વે પણ શટ-ડાઉન થયો હતો જે ૪૩ દિવસ ચાલ્યો હતો. આ વખતનો આંશિક શટડાઉન છે, પરંતુ તેથી પહેલાંથી જ ચાલી રહેલી સમસ્યાઓ વધુ ગંભીર બનવાની ભીતિ છે.
પૂર્વેનો શટડાઉન એટલે બંધ રહ્યો કે પ્રમુખ ટ્રમ્પે સમજૂતી પત્ર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
સેનેટમાં આથી જ વિવાદ ઉપસ્થિત થયો છે. તેમાં તે સમજૂતી વિષે જ ચર્ચા થઈ હતી, અંતે સેનેટે તે સમજૂતી અસ્વીકાર્ય ગણી. દેશના શાસક પક્ષ રીપબ્લિકન પાર્ટીના સાંસદોની મીટીંગમાં જ તે બહુમતીથી અસ્વીકાર્ય ગણાતા ફરીથી શટ-ડાઉન થયો છે.
અમેરિકામાં સરકારી શટ-ડાઉન ત્યારે થાય છે કે જ્યારે સત્તારૂઢ પાર્ટી નવા વર્ષ માટે નવા ખર્ચો સાથે સંકળાયેલા વિધેયકો સેનેટમાં પસાર કરાવી શકતી નથી. આથી કેટલીએ સરકારી એજન્સીઓએ આગળ કામ બંધ કરવું પડે.
ફંડ ખત્મ થવાથી શિક્ષણ, આરોગ્ય, માનવસેવા, પરિવહન, ટ્રેઝરી અને હોમ-લેન્ડ-સિક્યોરિટી ઉપરાંત સંરક્ષણ વિભાગનાં કામકાજ ઉપર ઘેરી અસર પડે છે.
આ વિભાગો જ કુલ ફંડના ૭૫ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. હવે ફંડ રોકાવાથી તેમને આગળ કાર્યવાહી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે.
શટ-ડાઉન થતાં લાખ્ખો ફેડરલ કર્મચારીઓને રજા પર મોકલી દેવાય છે તો કેટલાક કર્મચારીઓએ વેતન વીના કામ કરવું પડે છે. સોશ્યલ સિક્યોરિટી, ડીસએબીલીટી પેમેન્ટ, એસ.એસ.આઈ મેડીકેર (આરોગ્ય), વગેરેની રકમ અટકી પડે છે. બે રોજગારી ભથ્થું ત્યાં સુધી મળી શકે કે જ્યાં ફંડ હોય. તે પછી તે બંધ થઈ જાય છે. એર-ટ્રાફિક-કંટ્રોલર અને ટી.એસ.એ. વિભાગમાં કર્મચારીઓએ વેતન વિના કામ કરવું પડશે. પરીણામે સપોર્ટ સ્ટાફ ઘટતાં અનેક ફલાઇટસ કેન્સલ કરવી પડશે. નેશનલ પાર્ક, સ્મિથસોનિયત મ્યુઝિયમ અને નેશનલ ઝૂ ખુલ્લાં રહેશે. પરંતુ મેરેજ લાઇસન્સ, હાઉસિંગ લોન તથા ફલડ ઇન્શ્યોરન્સ રોકાઈ શકે. ફંડ નહીં હોવાથી બીઝનેસ ઠપ્પ થઈ જાય તેમ છે તેથી વ્યાપાર ઉદ્યોગને નુકસાન થાય છે. દેશની અર્થવ્યવસ્થા પર અસર પડે. અબજો ડોલરનું નુકસાન થવાથી અર્થતંત્ર નિર્બળ બની શકે.


