राष्ट्रीय

‘તમામ દાવા બકવાસ…’ એપસ્ટિન ફાઇલ્સમાં PM મોદીની ઈઝરાયલ યાત્રાના ઉલ્લેખ અંગે વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન | epstein files pm modi israel trip rumors mea clarification



PM Modis Name Appearing in the Epstein Files : જેફ્રી એપસ્ટિન ફાઇલ્સ (Epstein Files) અંગે ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ વખતે ભારતમાં પણ તેની જોરદાર ચર્ચા થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફાઇલોમાં વડાપ્રધાન મોદીની ઈઝરાયેલ યાત્રાનો પણ ઉલ્લેખ છે.

PM મોદીએ એપસ્ટિનની સલાહ લીધાનો કથિત દાવો

જેફ્રી એપસ્ટિન ફાઇલના એક ઈમેલ મેસેજ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેફ્રી એપસ્ટિનની સલાહ લીધી હતી અને ત્યારબાદ ઈઝરાયેલ જઈને ડોનાલ્ડ ટ્રમ્પના ફાયદા માટે ‘ડાન્સ’ કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે આ દાવાને સખત શબ્દોમાં ફગાવી દીધો છે. તેમણે સ્પષ્ટતા કરી કે, પીએમ મોદીએ 2017માં ઈઝરાયેલની સત્તાવાર મુલાકાત લીધી હતી. ઈમેલમાં કરવામાં આવેલી વાતો તદ્દન પાયાવિહોણી અને બકવાસ છે, તેને નજરઅંદાજ કરવી જ યોગ્ય છે.

એપસ્ટિન પણ રીઢો ગુનેગાર

અત્રે ઉલ્લેખનીય છે કે, જેફ્રી એપસ્ટિન એક રીઢો ગુનેગાર હતો. ઈમેલમાં એવો પણ દાવો કરાયો છે કે તેણે પીએમ મોદીને સલાહ આપી હતી. આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ સરકારને ઘેરતાં સવાલ કર્યો કે, “આખરે પીએમ મોદી કયા વિષય પર જેફ્રી એપસ્ટિનની સલાહ લઈ રહ્યા હતા?” વિદેશ મંત્રાલયે ફરી ભારપૂર્વક કહ્યું કે, 2017ની ઈઝરાયેલ યાત્રા સત્ય છે, પરંતુ તે સિવાયના તમામ દાવાઓ મનઘડંત છે.

30 લાખથી વધુ દસ્તાવેજો જાહેર કરાયા

આ દસ્તાવેજો એક ખાસ કાયદા અંતર્ગત જાહેર કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય હેતુ એ દર્શાવવાનો છે કે, આ અબજોપતિ ફાયનાન્સર દ્વારા યુવતીઓ અને સગીરાઓના થતાં શારીરિક શોષણ તેમજ અમીર અને શક્તિશાળી લોકો સાથેના તેના સંબંધો વિશે સરકાર પાસે કેટલી ગુપ્ત માહિતી હતી. ડેપ્યુટી એટોર્ની જનરલ ટોડ બ્લાન્ચે જણાવ્યું કે, વિભાગ એપસ્ટિન સંબંધિત નવા ખુલાસાઓમાં 30 લાખથી વધુ પૃષ્ઠોના દસ્તાવેજો જાહેર કરી રહ્યો છે. આ ફાઇલોમાં તે રૅકોર્ડ્સનો પણ સમાવેશ થાય છે જેને અધિકારીઓએ અગાઉ ડિસેમ્બરમાં રોકી રાખ્યા હતા.

આ ખુલાસો ‘એપસ્ટિન ફાઇલ પારદર્શિતા અધિનિયમ’ હેઠળ કરવામાં આવ્યો છે. આ કાયદો મહિનાઓ સુધી ચાલેલા રાજકીય દબાણ બાદ લાગુ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત સરકાર માટે દિવંગત એપસ્ટિન અને તેની સાથીદાર ઘિસલેન મેક્સવેલ સંબંધિત ફાઇલો જાહેર કરવી ફરજિયાત બની છે.

અનેક મોટા નેતાઓ પર પણ લાગ્યા હતા આરોપ

ન્યાય વિભાગે અગાઉ પણ હજારો પાનાના દસ્તાવેજો, તસવીરો અને કોલ લોગ્સ જાહેર કર્યા હતા. રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક પાર્ટીના બિલ ક્લિન્ટન પર પણ આ ફાઇલ્સમાં ગંભીર આરોપો લાગ્યા હતા. જોકે, બંનેએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ જે યુવતીઓને મળ્યા હતા તે સગીર છે તેની તેમને જાણ નહોતી.

કોર્ટે કરી હતી સજા

ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્કની અદાલતે 2021માં બ્રિટિશ સોશલાઇટ મેક્સવેલને માનવ તસ્કરીના કેસમાં દોષિત ઠેરવી હતી. તેણે સગીરાઓની ભરતી કરવામાં એપસ્ટિનને મદદ કરી હતી. હાલમાં તે 20 વર્ષની જેલની સજા ભોગવી રહી છે, જોકે તેણે પોતે કોઈ ખોટું કામ કર્યું હોવાનો સતત ઇન્કાર કર્યો છે.



Source link

Related Articles

Back to top button