ખેડૂતોના રક્ષણ માટે સંસદમાં ટૂંક સમયમાં આવશે નવા કૃષિ કાયદા, કૃષિ મંત્રી શિવરાજસિંહની મોટી જાહેરાત | Union Agriculture Minister Shivraj Singh Chouhan new farm laws parliament soon

![]()
New Farm Laws: કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ખેડૂતો સામેએન સંવાદમાં મોટી જાહેરાત કરી છે. કૃષિ મંત્રીએ ખેડૂતોને કાયદાકીય સુરક્ષા આપવા માટે સંસદમાં ઝડપથી નવા કૃષિ કાયદા લાવવામાં આવશે તે વાત પર હામ ભરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો મુખ્ય હેતુ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થયા તેમજ વચેટિયા અને છેતરપિંડી ખેડૂત બચે તેવો છે.
કડક અને દંડાત્મક કાર્યવાહી કરશે
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે ખેડૂતોને કાયદાકીય રક્ષણ પૂરું પાડવા માટે સંસદમાં ટૂંક સમયમાં નવા કૃષિ કાયદા રજૂ કરવામાં આવશે. ખેડૂતોની મહેનત, તેમના પાક અને તેમના ભવિષ્ય સાથે ચેડાં હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશકો દ્વારા ખેડૂતોને નુકસાન પહોંચાડનારા તત્વો સામે કેન્દ્ર સરકાર નિર્ણાયક, કડક અને દંડાત્મક કાર્યવાહી કરશે.
ખેડૂતો સાથે સીધો સંવાદ
શિવરાજસિંહ ચૌહાણે શનિવારે છત્તીસગઢના દુર્ગ જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો. ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની મુખ્ય પ્રાથમિકતા ખેડૂતો અને તેમનો વિકાસ છે. કેટલાક અસામાજિક તત્વો નકલી ખાતરોનો ઉપયોગ કરીને ખેડૂતોના પાકનો સત્યાનાશ વાળી રહ્યા છે. આ માત્ર આર્થિક ગુનો જ નથી પણ ખેડૂત સાથે છેતરપિંડી પણ છે. આવા વ્યક્તિઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: 1 ફેબ્રુઆરીથી પાન-મસાલા અને સિગારેટના બંધાણીઓને મોટો ઝટકો! કેટલી વધશે કિંમત?
ખેડૂતોને અપીલ
કેન્દ્રીય કૃષિ મંત્રીએ એ પણ અપીલ કરી કે ખેતી સાથે ખેડૂતો ફળ આપતા છોડ અને વૃક્ષ લગાવવા પર પણ ધ્યાન આપે. પરંપરાગત અનાજની ખેતીની સાથે, ફળો, શાકભાજી અને વિવિધ પ્રકારના પાક ઉગાડીને ખેડૂતોની આવકમાં સારો એવો વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓ વિશે ખેડૂતોને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા નાના ખેડૂતોના ખાતામાં સીધા પૈસા મોકલવામાં આવી રહ્યા છે.



