मनोरंजन

હું કર્નલ છું ભાઈ…! ટ્રોલર્સને સલમાન ખાનનો જડબાતોડ જવાબ, ‘ગલવાન’ના ટીઝર પર મૌન તોડ્યું | salman khan reacts on trolling and romantic expressions in war film battle of galwan



Salman Khan Reacts On Trolling: બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન ટૂંક સમયમાં બિગ સ્ક્રીન પર ધમાકો કરવા જઈ રહ્યો છે. સલમાનની મચ અવેટેડ ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ 17 એપ્રિલના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટીઝર અને ગીત રિલીઝ થઈ ચૂક્યું છે. જોકે, ટીઝર અને ગીત પર સલમાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. તેના એક્સપ્રેશન્સનો પણ મજાક ઉડાવવામાં આવ્યો. હવે એક્ટરે ટ્રેલિંગ પર મૌન તોડ્યું છે. 

ટ્રોલર્સને સલમાન ખાનનો જડબાતોડ જવાબ

ISPL (ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ) T10 લીગમાં સલમાન ખાનની ટીમ પણ રમી રહી છે. 30 જાન્યુઆરીના રોજ સલમાનની ટીમની મેચ થઈ હતી. દબંગ ખાન પોતાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફે મેદાનમાં સલમાન ખાન સાથે ખૂબ મસ્તી-મજાક કરી. બંનેની ચિટ-ચેટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

મોહમ્મદ કૈફે હસતા-હસતા સલમાનને કહ્યું કે, ‘બેટલ ઓફ ગલવાન’ ફિલ્મના ટ્રેલરમાં જે રીતે લાકડી પકડી છે એવી જ રીતે બેટ પકડીને બતાવો. કૈફની વિનંતી પર સલમાને ટીઝરમાં બતાવેલ સીનની જેમ જ હાથમાં બેટ લઈને પોઝ આપ્યો.

હું કર્નલ છું ભાઈ

સલમાન ખાને આ દરમિયાન વાત-વાતમાં ટ્રોલર્સને પણ જડબાતોડ જવાબ આપી દીધો છે. દબંગ ખાને કહ્યું કે, ‘પહેલા આમ જોયું અને પછી આમ જોયું. હવે, કેટલાક લોકો એમ સમજે છે કે આ રોમેન્ટિક લુક છે, પણ હું એક કર્નલ છું, ભાઈ. આ કર્નલ લુક છે. જે સમજે છે કે પોતાની ટીમ અને જવાનોને કેવી રીતે પ્રોત્સાહન આપવું.’ 

સલમાને સ્ટેડિયમમાં હાજર ઓડિયન્સ તરફ જોયું અને કહ્યું કે, ‘જોકે, આ લુક હું તેમને પણ આપી શકું છું. પછી દબંગ ખાને આગળ કહ્યું, ‘પણ આ લુકનો કોઈ અર્થ નથી. તો આ આવું જ ચાલી રહ્યું છે અને આમ જ ચાલતું રહેશે. તમારા લોકોની દુઆથી.’

આ પણ વાંચો: યુપીમાં ગજબ ઘટના! રામલીલામાં શ્રીરામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR

સલમાનની ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ એક વોર ડ્રામા ફિલ્મ છે, જે વર્ષ 2020માં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલા ઐતિહાસિક સંઘર્ષ પર આધારિત છે. સલમાનને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. તેને દર્શકોનો કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રસપ્રદ રહેશે.



Source link

Related Articles

Back to top button