दुनिया

એપસ્ટિન ફાઇલ્સ: પાવરફુલ લોકોનું ‘ડાર્ક વર્લ્ડ’ જાહેર, ઈવાન્કા અને મસ્કના નામથી ખળભળાટ! | New Epstein Files Released: Trump Ivanka Elon Musk and Bill Gates Named



New Epstein Files Released : અમેરિકાના ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા ‘એપસ્ટિન ફાઇલ્સ’ના અંતિમ અને સૌથી મોટા જથ્થાએ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ દસ્તાવેજોમાં અત્યાર સુધીના સૌથી ચોંકાવનારા અને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

30 લાખ પાના અને અસંખ્ય પુરાવા

‘એપસ્ટિન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ’ હેઠળ જાહેર કરવામાં આવેલા આ દસ્તાવેજોમાં 30 લાખથી વધુ પેજ, 1.80 લાખ તસવીરો અને 2,000 વીડિયો ક્લિપ્સ સામેલ છે. આ ફાઇલ્સ જેફ્રી એપસ્ટિનના સગીરાઓના યૌન શોષણ અને ટ્રાફિકિંગ નેટવર્કની પોલ ખોલે છે.

નવા ખુલાસામાં કોના નામ?

ડોનાલ્ડ ટ્રમ્પ: દસ્તાવેજોમાં એક મહિલાનો ઉલ્લેખ છે જેણે દાવો કર્યો છે કે 25 વર્ષ પહેલા જ્યારે તે 13-14 વર્ષની હતી, ત્યારે ન્યૂ જર્સીમાં ટ્રમ્પ દ્વારા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

ઈવાન્કા ટ્રમ્પ: ટ્રમ્પની પુત્રીનું નામ પણ એક ઈમેલના સંદર્ભમાં સામે આવ્યું છે. જેમાં લખ્યું છે કે જેરેડ કુશનર અને ઈવાન્કા ટ્રમ્પ વિકી વૉર્ડની બુક માટે તૈયાર થઇ રહી છે. 

ઈલોન મસ્ક: વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ઈલોન મસ્કનું નામ એપસ્ટિનના ટાપુની મુલાકાતોના સંદર્ભમાં નોંધાયેલું છે.

બિલ ગેટ્સ: ગેટ્સ સામે રશિયન યુવતીઓ સાથેના સંબંધો અને તેના કારણે થયેલા ગુપ્ત રોગના ગંભીર આક્ષેપો છે.

દિગ્ગજોની લાંબી યાદી

આ લિસ્ટમાં માત્ર નેતાઓ જ નહીં પરંતુ મનોરંજન અને વિજ્ઞાન જગતના લોકો પણ સામેલ છે. જેમાં માઈકલ જેક્સન, સ્ટીફન હોકિંગ, પ્રિન્સ એન્ડ્રુ, રિચર્ડ બ્રેન્સન, વુડી એલન અને લિયોનાર્ડો ડીકેપ્રિઓ જેવા અનેક મોટા નામોનો ઉલ્લેખ છે. જોકે, ન્યાય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આમાંના ઘણા આક્ષેપો હજુ તપાસ હેઠળ છે અથવા ‘ટિપ્સ’ સ્વરૂપે મળેલા છે.



Source link

Related Articles

Back to top button