दुनिया

ઈલોન મસ્ક અને એપ્સ્ટિનની સીક્રેટ ચેટ લીક: ‘વાઇલ્ડ પાર્ટી’ માં જવા માટે મસ્ક હતા આતુર | Elon Musk and Jeffrey Epstein Secret Emails Leaked Wild Party Plans Revealed



Elon Musk and Jeffrey Epstein : ઈલોન મસ્ક અને જેફ્રી એપસ્ટિન વચ્ચેની ગુપ્ત વાતચીતના ખુલાસાએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. અત્યાર સુધી એપસ્ટિનથી અંતર રાખવાનો દાવો કરનારા મસ્ક પોતે તેના પ્રાઇવેટ આઇલેન્ડની પાર્ટીઓ વિશે પૂછપરછ કરતા હોવાનું ઇમેલ્સમાં સામે આવ્યું છે.

આઇલેન્ડ પર મુલાકાતનું પાકું પ્લાનિંગ

અમેરિકન ન્યાય વિભાગ (DOJ) દ્વારા જાહેર કરવામાં આવેલી ફાઇલ્સ મુજબ, 13 ડિસેમ્બર 2013ના રોજ ઈલોન મસ્કે જેફ્રી એપસ્ટિનને ઇમેઇલ કર્યો હતો. મસ્કે લખ્યું હતું કે તેઓ રજાઓ દરમિયાન તે વિસ્તારમાં હશે અને એપસ્ટિનને મળવા માટે યોગ્ય સમય પૂછ્યો હતો. એપસ્ટિને વળતા જવાબમાં 1 થી 8 તારીખ વચ્ચે ગમે ત્યારે આવવાનું આમંત્રણ આપ્યું હતું અને 2 જાન્યુઆરીએ મળવાનું નક્કી થયું હતું, જોકે છેલ્લી ઘડીએ એપસ્ટિને કામનું બહાનું કાઢીને આ મીટિંગ રદ કરી હતી.

‘વાઇલ્ડ પાર્ટી’ વિશે કરી હતી પૂછપરછ 

નવેમ્બર 2012ની એક ચેટ વધુ ચોંકાવનારી છે. એપસ્ટિને જ્યારે પૂછ્યું કે આઇલેન્ડ પર કેટલા લોકો આવશે, ત્યારે મસ્કે જવાબ આપ્યો કે કદાચ તેઓ અને તેમની પાર્ટનર તલુલાહ (Talulah) જ આવશે. આ દરમિયાન મસ્કે ખાસ પૂછ્યું હતું કે, “કયા દિવસે આઇલેન્ડ પર સૌથી વધુ ‘વાઇલ્ડ’ (Wild) પાર્ટી હશે?”. જોકે, બાદમાં કોઈ કારણોસર મસ્ક ત્યાં જઈ શક્યા નહોતા.

મસ્કના દાવાઓ અને હકીકત વચ્ચેનો વિરોધાભાસ

આ ખુલાસો મસ્કના વર્ષ 2019ના નિવેદનથી બિલકુલ અલગ છે. ત્યારે મસ્કે એપસ્ટિનને ‘ક્રીપ’ (વિચિત્ર માણસ) ગણાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમણે આઇલેન્ડ પર જવાના અનેક આમંત્રણો ઠુકરાવી દીધા હતા. પરંતુ આ ઇમેઇલ્સ દર્શાવે છે કે તેઓ પોતે ત્યાં જવા માટે ઉત્સુક હતા.

વ્યાપારી સંબંધોના પુરાવા

જાહેર થયેલા દસ્તાવેજોમાં અન્ય કેટલીક વિગતો પણ સામે આવી છે:

સ્પેસએક્સ લંચ: ફેબ્રુઆરી 2013માં એપસ્ટિનના આસિસ્ટન્ટે મસ્કની કંપની સ્પેસએક્સમાં લંચ લેવાનું સૂચન કર્યું હતું.

અભિનંદન સંદેશ: એપસ્ટિને સ્પેસએક્સના સફળ રોકેટ લોન્ચ બદલ મસ્કને અભિનંદન પાઠવતા ઇમેઇલ્સ પણ કર્યા હતા.

ઈલોન મસ્ક હંમેશા એપસ્ટિન સાથેના કોઈ પણ ગાઢ સંબંધોનો ઇનકાર કરતા રહ્યા છે. આ તાજા ખુલાસા અંગે હજુ સુધી મસ્ક કે તેમના પ્રતિનિધિઓ તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી.



Source link

Related Articles

Back to top button