मनोरंजन
જોન અબ્રાહમના બદલાયેલા લૂકથી ચાહકોને ચિંતા | Fans are worried about John Abraham’s changed look

![]()
– ક્લીનશેવમાં ઓળખી ન શકાય તેવો લૂક
– જોન બીમાર છે કે પછી કોઈ નવી ફિલ્મની તૈયારી માટે લૂક બદલ્યો તે વિશે અટકળો
મુંબઇ : જોન અબ્રાહમનો નવો લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જોન લાંબા અરસા પછી ક્લીન શેવ્ડ ફેસમાં જોવા મળ્યો છે. આ લૂકના આધારે તે બીમાર છે કે પછી આ કોઈ નવી ફિલ્મની તૈયારી છે તે વિશે અટકળો થઈ રહી છે.
જોન આ લૂકમાં સરળતાથી ઓળખી ન શકાય તેવો લાગે છે. જોકે, તેણે પોતાના લૂક્સમાં પરિવર્તન વિશે કોઇ સ્પષ્ટતા કરી નથી.
સોશિયલ મીડિયા પર લોકોએ કોમેન્ટસનો મારો ચલાવ્યો હતો. લોકોએ જોનને તેના દાઢીવાળા લૂકમાં પાછા આવી જવા સૂચવ્યું હતું.
જોન છેલ્લે ‘તહેરાન’ ફિલ્માં જોવા મળ્યો હતો.
તેનો આગામી પ્રોજેક્ટ ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાની બાયોપિક અને ‘ફોર્સ ટુ’ છે.



