राष्ट्रीय

મની લોેન્ડરિંગ તપાસ હેઠળ આરકોમનાં પૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ | rcom ex president punit garg arrested



(પીટીઆઇ)     અમદાવાદ, તા. ૩૦

અનિલ અંબાણી જૂથની કંપનીઓ સામે ૪૦,૦૦૦ કરોડ
રૃપિયાની બેંક લોન છેતરપિંડી કેસમાં મની લોન્ડરિંગ તપાસ હેઠળ ઇડીએ રિલાયન્સ
કોમ્યુનિકેશન (આરકોમ)ના પૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ કરી છે તેમ એન્ફોર્સમેન્ટ
ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.

૬૧ વર્ષીય ગર્ગની ગુરૃવારે ધરપકડ કરવામાં આવી હતી. ફેડરલ
તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હીની વિશેષ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ
મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટે ગર્ગને ૯ દિવસ માટે ઇડીની કસ્ટડીમાં મોકલી દીધા છે.

ઇડીએ જણાવ્યું હતું કે આરકોમના પૂર્વ પ્રમુખ અને ડાયરેક્ટર
ગર્ગને આરકોમ અને તેની ગુ્રપ કંપનીઓ દ્વારા ૪૦
,૦૦૦ કરોડ રૃપિયાથી વધુની બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગથી
જોડાયેલ તપાસનાં સંબધમાં ધરપકડ કરવામાં આવી છે.

આ ધરપકડ અંગે એડીએજી જૂથ દ્વારા કોઇ ટિપ્પણી કરવામાં આવી
નથી. ઇડીએ બુધવારે જણાવ્યું હતું કે તેણે ગર્ગની પત્નીના નામે શેર અને મ્યુચલ ફંડ
ટાંચમાં લીધા છે.

ઇડીએ દાવો કર્યો છે કે ગર્ગ ૨૦૦૧થી ૨૦૨૫ સુધી આરકોમમાં સિનિયર
મેનેજિરિયલ અને ડાયરેક્ટર પદો પર રહ્યાં હતાં અને તેઓ બેંક છેતરપિંડીથી ઉત્પન્ન
અપરાધની આવકનું અધિગ્રહણ
,
કબજો, છુપાવવા
અને ખર્ચ કરવામાં સક્રિય રીતે સામેલ હતાં.

એજન્સીએ દાવો કર્યો છે કે આરકોંમના પ્રેસિડન્ટ તરીકે ગર્ગ
૨૦૦૬થી ૨૦૧૩ સુધી કંપનીના ગ્લોબલ એન્ટરપ્રાઇઝ બિઝનેસને સંભાળી રહ્યાં હતાં.



Source link

Related Articles

Back to top button