સુપરસ્ટાર રજનીકાન્તે પોતાની આત્મકથા લખવી શરૂ કરી | Rajinikanth starts writing his autobiography

![]()
– જિંદગીના અજાણ્યા પાસાંને સમાવાશે
– કંડકટરમાંથી સુપરસ્ટાર બનવા સુધીની સંઘર્ષભરી દાસ્તાનની વિગતો હશે
મુંબઇ : સુપરસ્ટાર રજનીકાન્તે પોતાની આત્મકથા લખવાનું શરુ કર્યું છે. આ પુસ્તકમાં તેમનાં જીવનનાં અજાણ્યાં પાસાંની વિગતો અપાશે.
રજનીકાન્તની દીકરીએ સૌંદર્યાએ કહ્યું હતું કે તેમના પિતા આ પુસ્તકમાં સંઘર્ષના દિવસો, તેમની અંગત જીંદગી અન ેબસ કંડકટરથી સુપરસ્ટાર સુધીની સફરને શેર કરશે.સૌંદર્યાએ જણાવ્યું હતુ કે, હાલ તેના પિતા પોતાની આત્મકથા પર કામ કરી રહ્યા છે. તેમાં એવી વાતો પણ સમાવાશે જેના વિશે હાલ બહુ ઓછા લોકો જાણે છે. આ ફક્ત એક સુપરસ્ટારની કથા નહીં હોય પરંતુ એક સાધારણ માનવીની અસાધરણ વ્યક્તિ બનવવાની દાસ્તાન હશે.
સંઘર્ષના દિવસોમાં કંડકટરની નોકરી કરતાં કરતાં કઈ રીતે તેઓ તમિલ સિનેમાનો આઇકોન બની ગયા તેની સવિસ્તર ગાથા જણાવાશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા દિગ્દર્શક લોકેશ નાગરાજે પણ રજનીકાન્તની આત્મકથાને લઇને સંકેત આપ્યા હતા.
તેણે જણાવ્યું હતું કે, અભિનેતા ફિલ્મ ‘કુલી’ના શૂિંટંગ દરમિયાન સેટ પર નવરાશની પળોમાં કશુંક લખતા જોવા મળ્યા હતા. ત્યારથી તેમની આત્મકથા વિશે ઉત્સુકતા વધી છે.



