गुजरात

ઘરમાં આવેલા અન્કલે 19વર્ષીય યુવતીનો હાથ પકડી ધક્કો મારીને બેડ પર ફેંકી,છેડછાડ કરતાં યુવતી બહાર દોડી ગઇ | The uncle grabbed the girl’s hand and molested her causing the girl to run outside



વડોદરાઃ ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની એક યુવતીના ઘરમાં આવેલા આધેડ વયના પરિચિતે જ તેની આબરુ લેવાનો પ્રયાસ  કરતાં ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.

૧૯ વર્ષીય યુવતીએ કહ્યું છે કે,મારા પિતાના પરિચિત નૈનેષ માધવભાઇ પરમાર (દશરથ ગામ,છાણી પાસે) ગઇકાલે બપોરે ઘેર આવ્યા હતા અને મારી એકલતાનો લાભ લઇ હાથ પકડી પલંગ પર ધક્કો મારીને બેસાડી દીધી હતી.

ત્યારબાદ તેણે શારીરિક છેડછાડ કરતાં હું બહાર દોડી ગઇ હતી.આ વખતે મારી માતા આવતાં મેં તેને બનાવની જાણ કરી હતી.જે દરમિયાન નૈનેષ પરમાર પણ ભાગી ગયો હતો.ફતેગંજ પોલીસે નૈનેશની શોધખોળ કરી હતી,પરંતુ પત્તો લાગ્યો નથી.



Source link

Related Articles

Back to top button