गुजरात
બોમ્બની ધમકીથી કુવૈત-દિલ્હી ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

અમદાવાદ, શુક્રવાર
કુવેૈતથી દિલ્હી જતી ઇન્ડીગોની ફ્લાઇટને હાઈજેક કર્યાની તેમજ બોેમ્બથી ઉડાવી દેવાની ધમકીથી વિમાનનું અમદાવાદ ઇન્ટરનેશલ એરપોર્ટ ઇમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં વિમાનની સીટ નીચેથી ટિસ્યું પેપર મળ્યો હતો. જેમાં વિમાનને હાઇજેક કરીને બોમ્બથી ઉડાવવાની ધમકી લખેલી હતી. ધમકીના પગલે વિમાનમાં ૧૮૦ મુસાફરો અને ૬ ક્રૂ મેમ્બર સહિત ૧૮૬ના જીવ પડીકે બંધાયા હતા. પ્રોટોકોલ મુજબ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે વિમાનનું ચેકિંગ કરતાં કોઇ વાંધાજનક ચીજવસ્તુ મળી ન હતી. ધમકીની ચિઠ્ઠી ક્યાંથી આવી અને કોણે લખી તે અંગે એરપોર્ટ તંત્ર અને પોલીસ તપાસ કરે છે.



