गुजरात

સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો ખેલ: 4 મહિનામાં 102 ખાણો પકડાઈ, છતાં માફિયાઓ પોલીસની પકડથી દૂર! | Surendranagar Mining Raid SOG Seizes Crores Worth Carbosel in Sayla 50 Workers Rescued



Illegal Carbosel Mining In Sayla : સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું દૂષણ ડામવા માટે SOG (Special Operations Group)ની ટીમ એક્શન મોડમાં આવી છે. સાયલાના ચોરવિરા વિસ્તારમાં સતત બીજા દિવસે દરોડા પાડીને ટીમે કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત કર્યો છે. જોકે, આખી કામગીરીમાં પોલીસ સાધનો પકડે છે પણ આરોપીઓ હાથ આવતા નથી, જે અનેક સવાલો ઉભા કરે છે. SOGએ દરડો પાડતા સ્થાનિક પોલીસ અને ખાણ ખનિજની ટીમની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે.

દરોડાની મુખ્ય વિગતો

સ્થળ: ચોરવિરા વિસ્તાર, સાયલા.

ઝડપાયેલ મુદ્દામાલ: 20 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો, 15 ચરખી અને કરોડોની કિંમતનો કાર્બોસેલ.

રેસ્ક્યુ ઓપરેશન: ખાણોમાં જોખમી રીતે કામ કરતા 50 જેટલા મજૂરોનું કામગીરી દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

તંત્રની કાર્યવાહી: જપ્ત કરાયેલ મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

સવાલ: સાધનો પકડાય છે, પણ માફિયાઓ કેમ નહીં?

સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીની આ ઘટનાઓએ એક આશ્ચર્યજનક પેટર્ન ઉભી કરી છે. દર વખતે પોલીસ દરોડા પાડીને ચરખીઓ, વાહનો અને ખનીજ જપ્ત કરે છે, પરંતુ આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો કે ખાણ માલિકો ભાગ્યે જ પકડાય છે.

સ્થાનિક પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં છે.

સતત દરોડા છતાં ખનીજ માફિયાઓમાં કાયદાનો કોઈ ડર દેખાતો નથી, જે તંત્રની રહેમનજર તરફ આંગળી ચીંધે છે.

છેલ્લા 4 મહિનાનો ચોંકાવનારો રિપોર્ટ

વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવેલી કામગીરીના આંકડા જોઈએ તો ખનીજ ચોરી કેટલી વ્યાપક છે તેનો અંદાજ આવે છે.

તારીખ વિભાગ / અધિકારી ઝડપાયેલા કૂવા (ખાણ)
21-01-2026 ખનીજ વિભાગ 43
09-01-2026 મામલતદાર, સાયલા 32
01-01-2025 પ્રાંત અધિકારી, લીંબડી 7
26-12-2025 પ્રાંત અધિકારી, ચોટીલા 7
30-11-2025 ખનીજ વિભાગ, સુરેન્દ્રનગર 9
29-09-2025 ખનીજ વિભાગ, સુરેન્દ્રનગર 4
કુલ છેલ્લા 4 મહિનામાં 102 કૂવા

આ પણ વાંચો: સુરત: પલસાણામાં 10 કરોડનું MD ડ્રગ્સ ઝડપાયું, મૈસૂરમાં ચાલતી ફેક્ટરીનો પર્દાફાશ, રાજસ્થાનના 4ની ધરપકડ

છેલ્લા ચાર મહિનામાં જ 102 જેટલા કૂવાઓ પર ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝડપાઈ હોવા છતાં આ સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ખનીજ માફિયાઓ નવા-નવા વિસ્તારોમાં ખોદકામ શરૂ કરી દે છે. શું માત્ર મુદ્દામાલ જપ્ત કરવો પૂરતો છે? જ્યાં સુધી મોટા માથાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી સાયલાનો આ ખનીજ ભંડાર લૂંટાતો રહેશે.



Source link

Related Articles

Back to top button