गुजरात

વડોદરા શહેરમાં પાણીની લાઈનનું જોડાણ અને વીજ શટ ડાઉનને કારણે 3 દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાશે | Water supply disruptions in various areas of Vadodara city for 3 days



Vadodara : વડોદરા શહેરના મકરપુરા, જાંબુવા, માણેજા ,પાણીગેટ, નાલંદા,ન્યુ વી આઈ પી રોડ વિસ્તારમાં વીજ શટ ડાઉન અને લાઈનની કામગીરીને લીધે ત્રણ દિવસ પાણીનો કકળાટ સર્જાશે. આ અંગે પાણી પુરવઠા વિભાગે લોકોને પાણીનો સંગ્રહ કરવા સલાહ આપી છે.

વડોદરા શહેરના ઉત્તર વિભાગના વોર્ડ નં. 4માં એરપોર્ટ ચાર રસ્તાથી ન્યુ વીઆઈપી રોડ તરફ જતા કલ્પના નગર સોસાયટી પાસે પાણીની લાઈનની સાથે નવી લાઈનના જોડાણ અંગેની કામગીરી આગામી તા. 2, ફેબ્રુઆરી, સોમવારે કરવાની છે. જેથી 2.5 લાખ રહીશોને અસર થશે. વિવિધ બુસ્ટરથી પાણી અપાયા બાદ તા. 2જીએ સવારે પાણી અપાશે. સાંજે પાણી અપાશે નહીં જ્યારે પાણીગેટ ટાંકી અને નાલંદા ટાંકીના કમાન્ડમાં કાપથી બીજા દિવસે તા. 3જીએ નિયત સમય કરતા મોડેથી અને ઓછા પ્રેશરથી તથા ઓછો સમય પાણી અપાશે. એવી જ રીતે જાંબુઆ ટાંકી અને મકરપુરા બુસ્ટરથી સવારના પાણી મેળવતા વિસ્તારોમાં વીજ નિગમનું શટ ડાઉન હોવાના કારણે આવતીકાલે તા.31, શનિવારે પાણી આપવાના સમયમાં ફેરફાર થશે.

ઉલ્લેખનીય છે કે, વોર્ડ નં. 4માં એરપોર્ટ ચાર રસ્તાથી ન્યુ વીઆઇપી રોડ તરફ જતા કલ્પના નગર સોસાયટી પાસે હાલની 900 મીમી વ્યાસની ફીડર લાઇનને નવી નાખવામાં આવેલ 400 મીની વ્યાસની એચ.એસ લાઇન સાથે જોડાણની કામગીરી આગામી તા.2, ફેબ્રુઆરી, સોમવારે થશે. જેથી આ ફીડર લાઇનથી પાણી મેળવતા ખોડીયાર નગર બુસ્ટર, એરપોર્ટ બુસ્ટર, વારસિયા બુસ્ટર અને આજવા (સરદાર એસ્ટેટ) ટાંકીના કમાન્ડમાંથી સવારે 9 વાગ્યા બાદ પાણી આપવાના થતા વિસ્તારોમાં તા.2, ફેબ્રુઆરી સોમવારે સવારે અને સાંજે પાણી આપવામાં આવશે નહીં. ઉપરાંત પાણીગેટ ટાંકી નાલંદા ટાંકીના કમાંડમાં પાણી કાપથી ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવશે આ વિસ્તારોમાં બીજા દિવસે તા.3, મંગળવારે સવારે અને સાંજે પાણી મોડેથી અને ઓછા દબાણથી અપાશે. 

આ ઉપરાંત જાંબુઆ ટાંકી અને મકરપુરા ગામ બુસ્ટર ખાતેથી સવારે 7થી 8 અને 8.10થી 8.10 ના સમયમાં પાણી મેળવતા વિસ્તારોમાં વીજ નિગમનું શટ ડાઉન હોવાથી આવતીકાલે તા.31, શનિવારે સવારે 5થી 6, મકરપુરા ગામ જશોદા કોલોની મકરપુરા રોડ સહિતનો તમામ વિસ્તાર તથા સવારે 6.05થી 7.05 જાંબુઆ ગામ અને તેની આજુબાજુની સોસાયટીના સમગ્ર વિસ્તારમાં વીજ નિગમનું શટ ડાઉન પૂરું થયા પછી માણેજા ગામ તથા સોસાયટીઓને પાણી અપાશે.



Source link

Related Articles

Back to top button