જામનગરમાં હોટલની બહાર પકોડા ખાઈ રહેલા બુઝુર્ગના ખિસ્સામાંથી રૂપિયા 34,000 ચોરાયા | 34 000 stolen from pocket of elderly man eating pakodas outside hotel in Jamnagar

![]()
Jamnagar : જામનગરમાં હાટકેશ્વર સોસાયટીમાં રહેતા વિજયભાઈ મગનલાલ ભારદિયા નામના 63 વર્ષના બુઝુર્ગ કે જેઓ પોતાના બેંક ખાતામાંથી 34,000 ઉપાડીને પેન્ટના પાછળના ખિસ્સામાં રાખ્યા હતા, ત્યારબાદ તેઓ લીમડા લાઇનના ખૂણા પાસે આવેલી એક નાસ્તાની હોટલ પર બહાર ઉભા રહીને પકોડા ખાઈ રહ્યા હતા. જે દરમિયાન કોઈ તસ્કરે તેમના ખિસ્સામાં હાથ નાખી રૂપિયા 34,000ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
આ બનાવ બાદ વિજયભાઈ ભારદિયા તુરંત જ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા, અને પોતાની રૂપિયા 34,000ની રકમની કોઈ તસ્કર ચોરી કરી લઈ ગયાનું હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા તેની ફરિયાદ લઈ લેવામાં આવી હતી.
ત્યારબાદ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તરત જ દોડતી થઈ હતી, અને હોટલ તથા આસપાસની દુકાનોમાં લગાડેલા સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા હતા, અને તેમાં દેખાઈ રહેલા 25 થી 30 વર્ષની વ્યક્તિના વર્ણનના આધારે તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ તસ્કરને ઝડપી પાડયો છે, અને તેની પાસેથી રૂપિયા 34 હજારની રોકડ રકમ કબજે કરી લીધી છે.


