કાંતારા ચેપ્ટર વનના વિવાદમાં રણવીર સામે પોલીસ ફરિયાદ | Police complaint against Ranveer in Kantara Chapter One controversy

![]()
– દેવતાઓની મજાક ઉડાવી હોવાનો આરોપ
– બેંગ્લુરુના એક વકીલે ધાર્મિક લાગણી દૂભાઈ હોવાની ફરિયાદ નોંધાવી
મુંબઇ : રણવીર સિંહે કાંતારા ચેપ્ટર વનમાં ઋષભ શેટ્ટીની મિમિક્રી કરતી વખતે દેવતાઓની મજાક ઉડાવતાં તેની સામે પોલીસ ફરિયાદ થઈ છે.
રણવીર સામે બેંગ્લુરમાં એક વકીલની ફરિયાદ બાદ ભારતીય ન્યાય સંહિતાના આધારે ૧૯૬, ૨૯૯ અને ૩૦૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, એકટરે દેવની પરંપરાને મજાક બનાવીને લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે.
શહેરના હાઇ ગ્રાઉન્ડસ પોલીસ મથકે નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયું છે કે રણવીરે દેવતાઓની ઠેકડી ઉડાડીને લોકોની લાગણીનું અપમાન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં રણવીર અગાઉ જાહેર માફી માગી ચૂક્યો છે. તેણે કહ્યું હતુ ંકે, તેની મિમિક્રી ફક્ત ઋષભ શેટ્ટીના પરફોર્મન્સ પર હતી, તેનો ઇરાદો લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો.



