સની દેઓલની બે ફિલ્મો બાપ અને જન્મભૂમિ બંધ પડી ગઈ | Sunny Deol’s two films Baap and Janmabhoomi have been shelved

![]()
– બોક્સ ઓફિસ સફળતા વચ્ચે ફિલ્મો અટકી
– બંને ફિલ્મનું કેટલુંક શૂટિંગ પણ થઈ ચૂક્યું હતું પરંતુ કોઈ કારણોસર બંધ પડી
મુંબઇ : સની દેઓલની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે, તેમ છતાં પણ તેની બે ફિલ્મો બંધ પડી ગઇ હોવાની માહિતી છે.
સની દેઓલની ‘બાપ’ અને ‘જન્મભૂમિ’ શીર્ષક ધરાવતી બે ફિલ્મો બંધ થઇ ગઇ છે. તેમાંથી ‘બાપ’ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઇ ગયું હતું પણ હવે તે બંધ પડી ગઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ સાથે સંજય દત્ત, મિથુન ચક્રવર્તી, જેકી શ્રોફ જેવા કલાકારો મહત્વના રોલમાં જોવા મળવાના હતા.બીજી ફિલ્મ ‘જન્મભૂમિ’ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ હતી. જેમાં તેની સાથે સંજય દત્ત કામ કરવાનો હતો. આ ફિલ્મનું શૂટિંગ પણ લગભગ અડધું થઇ ગયું હતું. પરંતુ ંકોઈ કારણોસર પૂરી થઇ શકે એમ ન હોવાથી બંધ કરી દેવામાં આવી છે. કહેવાય છે કે, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સની દેઓલ અને ફિલ્મસર્જક વચ્ચે મતભેદ થઇ ગયા હતા. આ બન્ને ફિલ્મ પર ૨૦૦ કરોડનો દાવ ફિલ્મસર્જકે લગાડયો હતો. હવે ફિલ્મો બંધ થતાં કરોડોનું નુકસાન થયું છે. સની દેઓલની હાલ રિલીઝ થયેલી ‘બોર્ડર ટ’ુ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ઉપરાંત તે નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ના બન્ને ભાગમાં જોવા મળવાનો છે.



