गुजरात

દેવુબાગ સોસાયટીમાં આવેલા મંદિરમાંથી મેટલના હારની ચોરી | Metal necklace stolen from temple in Devubaug Society



નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

અજાણ્યા શખ્સે મંદિરની દાનપેટી તોડવાનો તથા અન્ય 6 મકાનમાં ચોરીનો પ્રયાસ કર્યો

ભાવનગર: શહેરની દેવુબાગ સોસાયટીમાં આવેલા મંદિરમાંથી મેટલના હારની ચોરી તથા મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ થયો છે. ઉપરાંત અન્ય ૬ મકાનોમાં ચોરીનો પ્રયાસ થયાં અંગેની પોલીસ ફરિયાદ નિલમબાગ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

શહેરની દેવુબાગ સોસાયટીના કોમન પ્લોટમાં આવેલા દેવનાથ મહાદેવના મંદિરમાં ગત તા.૨૫-૦૧ની રાત્રિના ૮.૩૦થી ૨૬-૦૧ના વહેલી સવારના ૫ાંચ કલાકના અરસા દરમિયાન અજાણ્યા શખ્સે મંદિરમાં ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કરી મંદિરમાં ગણપતિજી અને હનુમાનજીની મૂર્તિને પહેરાવેલો રૂ.૧૦ હજારની કિંમતનો મેટરનો હારની ચોરી કરી હતી. ઉપરાંત અજાણ્યા શખ્સે મંદિરમાં રહેલી દાનપેટી તોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ દાનપેટી તુટી નહોતી. સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. તેમજ આ સમયગાળા દરમિયાન અજાણ્યા શખ્સે આ વિસ્તારમાં આવેલા અલગ-અલગ ૬ મકાનના આગળિયા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે દેવુબાગ સોસાયટી અને મંદિરના પ્રમુખ જશપાલસિંહ ખોડુભા ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button