गुजरात

તે મારા દારૃના ધંધાની બાતમી આપી છે,તારૃં મર્ડર કરાવી દઇશ | you informed about my liquor business I will have you murdered



 વડોદરા,દંતેશ્વરમાં માથાભારે બૂટલેગરનો દારૃનો જથ્થો પકડાતા એક યુવકને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

 પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે દંતેશ્વર ઘાઘરેટિયા કૃષ્ણ નગરમાં રેડ કરીને  મિતેશ રમેશભાઇ પંચાલને   દારૃની ૧૫૩ બોટલ કિંમત રૃપિયા ૫૨,૧૦૦ સાથે ઝડપી પાડયો હતો.  પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો મારા ભાઇ વિપુલ રમેશભાઇ પંચાલે વેચવા માટે આપ્યો છે. જેથી, પોલીસે વિપુલ પંચાલને વોન્ટેડ જાહેર કર્યો છે. ત્યારબાદ દંતેશ્વરના ગણપતસિંહ નામના યુવકે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે મારા પર એક અજાણ્યા નંબર પરથી  કોલ આવ્યો હતો. વાત કરનાર વ્યક્તિએ પોતાનું નામ વિપુલ પંચાલ જણાવી કહ્યું હતું કે, તે પોલીસને મારા દારૃના ધંધાની બાતમી આપી છે. જેથી, હું તારૃં મર્ડર કરાવી નાખીશ. તને મારવા માટે તારી  પાછળ શૂટરો છોડી દઉં છું. બે થી ત્રણ દિવસમાં તારૃં મર્ડર કરાવી દઇશ.



Source link

Related Articles

Back to top button