गुजरात

વડોદરાથી યુ.કે. ટ્રાન્સફર કરેલા બે લાખ પાઉન્ડ સગેવગે થઇ ગયા | Two lakh pounds transferred from Vadodara to UK went missing



વડોદરા,મની એક્સચેન્જનું કામ કરતા વેપારીએ યુ.કે.ખાતે બે વર્ષ પહેલા મોકલેલા બે લાખ પાઉન્ડ સગેવગે થઇ ગયા હતા. જે અંગે વેપારીએ પોલીસ કમિશનર કચેરીમાં  અરજી આપતા માંજલપુર પોલીસે તપાસ શરૃ કરી છે.

રાવપુરા વિસ્તારમાં ઓફિસ ધરાવતા અને મની એક્સચેન્જનું કામ કરતા વેપારી અરબાજે આપેલી અરજીની વિગત એવી છે કે, વેપારી પાસે બે લાખ પાઉન્ડ યુ.કે.માં ટ્રાન્સફર કરવાનું કામ આવ્યું હતું. જેથી, તેણે  બે વર્ષ પહેલા વડોદરાથી યુ.કે.માં બે લાખ પાઉન્ડ મોકલ્યા હતા. તેણે યુ.કે.ના એજન્ટને કીધું કે, પાઉન્ટનું પાર્સલ ત્યાં અભ્યાસ કરતા વડોદરાના વિદ્યાર્થીને આપવાનું કહ્યું હતું.જેથી, એજન્ટે બે લાખ પાઉન્ડ અરબાજે જણાવેલા વિદ્યાર્થીને આપી દીધા હતા. પરંતુ, તે પાઉન્ટ જે – તે વ્યક્તિને પહોંચ્યા નહતા. જેથી, અરબાજે તે વિદ્યાર્થીને  પૂછતા તેણે એવી કેફિયત  રજૂ કરી કે, મારા પિતા બીમાર હોઇ મારે વડોદરા આવવાનું  હોઇ મારી સાથે ભણતી વડોદરાની જ યુવતીને પાઉન્ડ આપી દીધા હતા. આ યુવતીએ પણ હાથ  અદ્ધર કરી દીધા હતા. જેથી, વેપારીએ યુ.કે.માં રહેતા વિદ્યાર્થી, વિદ્યાર્થિની અને એક યુવક સામે પોલીસ કમિશનર કચેરીમાં અરજી આપી છે. તેની તપાસ ચાલી રહી છે. દરમિયાન એવી પણ વિગતો જાણવા મળી છે કે, વેપારીએ અગાઉ પણ આ અંગે અરજી કરી હતી. તેણે બીજી વખત અરજી કરી છે.



Source link

Related Articles

Back to top button