गुजरात
જામનગરના ધ્રોલ પંથકમાં વાડીમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની 5 વર્ષની બાળાનું અપહરણ : પાડોશી શખ્સ સામે પોલીસ ફરિયાદ | Kidnapping of 5 year old girl from a migrant laborer family working in a farm in Dhrol of Jamnagar

![]()
Jamnagar Kidnapping Case : જામનગર જિલ્લાના ધ્રોલમાં વાડી વિસ્તારમાં ગરેડીયા રોડ પર રહેતા અને ખેત મજૂરી કામ કરતા માંગુભાઈ સુંદરિયાભાઈ પચાયા નામના 45 વર્ષના પરપ્રાંતિય આદિવાસી શ્રમિક યુવાને પોતાની 5 વર્ષની માસુમ પુત્રી તારીકાનું અપહરણ કરી જવા અંગે પાડોશમાં જ વાડીમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની કાજુ હટુ બૂંદેલીયા અને તેના સાથેના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી પોતાની વાડીની ઓરડીમાં પત્ની સાથે ભોજન કરી રહ્યા હતા, જે દરમિયાન બહારના ભાગમાં રમી રહેલી તેની પાંચ વર્ષની બાળાને બાજુની વાડીમાં કામ કરતો શખ્સ મોટર સાયકલમાં બેસાડી અને સાથે ભાગી છૂટ્યો હતો, જેથી ધ્રોળ પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે.



