गुजरात

નારોલ તળાવમાં યુવકનો મૃતદેહ મળ્યો હત્યા કે આત્મહત્યા | Inisin emon aluwol a kuna lon ewe chanpupu



 અમદાવાદ,બુધવાર

નરોલ ખાતે આવેલા તળાવમાંથી વટવા ખાતે રહેતા યુવકનો મૃતદેહ મળ્યો હતો આ બનાવમાં હત્યા કે આત્મહત્યા એ અંગે રહસ્યા ઘુંટાઇ રહ્યું છે જો કે પીએમ રિપોર્ટ બાદ મરણનો ચોક્કસ કારણ જાણવા મળશે. પોલીસની પ્રાથમિક તપાસમાં પગ લપસી જતાં મોત થયું હોવાની શંકા સેવાઇ રહી છે. હાલતો નારોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

તળાવમાં તરતી લાશ મળતા ચકચાર મચી ઃ પોલીસ તપાસમાં પગ લપસતાં ડૂબી જતાં મોતની આશંકા, પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરુ કરી, પીએમ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે

નારોલ ગામમાં આવેલા તળાવમાં ગઇકાલે બપોરે એક અજાણ્યા યુવકના લાશ તરતી હાલતમાં મળી આવી હતી આ બનાવની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડયા હતા. લોકોએ ફાયર અને પોલીસને જાણ કરતાં પોલીસ ખાતાના તરવૈયા કોન્સ્ટેબલોએ તળાવમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. 

જેમાં હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘુટાઇ રહ્યુ છે. નારોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.વી. લુવાના જણાવ્યા મુજબ મૃતક યુવક વટવા ગેબનશાહ પીરની દરગાહ પાસે કેનાલ પાસે ઓટલા પર રહેતા અને કલર કામની છૂટક મજૂરી કરતા રાજેશભાઇ હોવાનું બહાર આવ્યું છ. યુવકનો પગ લપસી જતાં તળાવમાં પડી જતાં મોત થયું હતું. જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.



Source link

Related Articles

Back to top button