मनोरंजन

‘ધુરંધર-2’ની સ્ટોરી થઈ ગઈ લીક: અક્ષય ખન્ના નહીં, હવે આ અભિનેતા ભજવશે ખતરનાક વિલનનું પાત્ર | dhurandhar 2 teaser release date ranveer singh story leaked akshaye khanna



Dhurandhar-2-Teaser-Release-Date : આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘ધુરંધર’ બોક્સ ઓફિસ પર હાહાકાર મચાવી ચૂકી છે. સની દેઓલની ‘બોર્ડર ૨’ રિલીઝ થવા છતાં પણ ધુરંધરે બોક્સ ઓફિસ પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે. હવે દર્શકો અત્યંત આતુરતાપૂર્વક ‘ધુરંધર 2’ની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ અંગે એક ચોંકાવનારી અપડેટ સામે આવી છે, જેણે ચાહકોની ઉત્સુકતા વધારી દીધી છે.

ક્યારે આવશે ‘ધુરંધર 2’નું પ્રથમ ટીઝર? 

નવા અપડેટ અનુસાર, ‘ધુરંધર 2’ના ટીઝરની રિલીઝ ડેટ નક્કી કરી લેવામાં આવી છે. અહેવાલો મુજબ, આદિત્ય ધર 31 જાન્યુઆરીએ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, પહેલા ભાગમાં અક્ષય ખન્નાના પાત્રના અંત બાદ, હવે આગામી એક્શન થ્રિલરમાં અર્જુન રામપાલ મુખ્ય વિલનની ભૂમિકામાં જોવા મળશે.

રણવીર સિંહનો ‘બીસ્ટ મોડ’ અને નવો વિલન 

વાયરલ પોસ્ટ અનુસાર, જે લોકોએ ટીઝર જોયું છે, તેઓ તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. રણવીર સિંહ આમાં સંપૂર્ણપણે ‘બીસ્ટ મોડ’માં, ખુંખાર અને સ્ફૂર્તિલો જોવા મળે છે. તેની બેકસ્ટોરી તેને દેશના એક હોનહાર પુત્ર તરીકે રજૂ કરે છે. પહેલા ભાગમાં અક્ષય ખન્નાનું પાત્ર ‘રહેમાન ડકૈત’ મૃત્યુ પામે છે, તેથી હવે રણવીરના પાત્ર સામે અર્જુન રામપાલ મોટો પડકાર બનીને ઉભરશે.

આ પણ વાંચો : ઉત્તર ગુજરાતના વાહનચાલકો માટે ખુશખબર: અમદાવાદ-મહેસાણા હાઈવે હવે ‘8 લેન’ બનશે, ₹2630 કરોડના પ્રોજેક્ટને મંજૂરી

રણવીરની કારકિર્દીનું ઉત્તમ પાત્ર

રણવીરના પાત્રમાં આવેલું પરિવર્તન અને ડિટેલિંગ અદભૂત છે. મોટા પડદા પર તે ‘રાક્ષસ’ જેવો પ્રભાવશાળી લાગે છે. અર્જુન રામપાલનું પાત્ર અત્યંત ખતરનાક અને ક્રૂર હશે, જ્યારે હમજાનું પાત્ર બંને ભાગની વાર્તાનું કેન્દ્ર રહેશે. આ વખતે હમજા ન તો ડરેલો છે, ન તો ચૂપ છે; તેના નિશાના પર હવે ‘મેજર’ (અર્જુન રામપાલ) છે. રણવીર સિંહ આ ફિલ્મમાં સૌથી મોટું સરપ્રાઈઝ સાબિત થશે.

બોક્સ ઓફિસમાં ધમાકો

બોક્સ ઓફિસ પર મોટી ટક્કર ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ ‘ટોક્સિક’ સાથે ટકરાશે. બંને ફિલ્મો 19 માર્ચના રોજ રિલીઝ થવાની શક્યતા છે. અગાઉ એવી અટકળો હતી કે ‘ધુરંધર 2’ની રિલીઝ ડેટ પાછી ઠેલાશે, પરંતુ આદિત્ય ધરે સ્પષ્ટતા કરી છે કે ફિલ્મ નિર્ધારિત સમયે જ સિનેમાઘરોમાં આવશે.



Source link

Related Articles

Back to top button