જામનગર: ખીજડીયા બાયપાસ પાસે વૃદ્ધાશ્રમમાં લાગી આગ, સદનસીબે તમામ વડીલો સલામત | Fire breaks out in old age home near Khijdia bypass on Jamnagar Rajkot highway

Fire In Old Age Home Jamnagar : જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા બાયપાસ પાસે અમન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વૃદ્ધાશ્રમના સ્ટોર રૂમમાં આજે બુધવારે (28 જાન્યુઆરી) સાંજના 7:30 વાગ્યાના સમયમાં અકસ્માતે આગ લાગી હતી. મીટર બોક્સમાં શોર્ટ સર્કિટ થયા બાદ આગ લાગતાં સ્ટોર રૂમના એક કબાટમાં રાખેલો દવાનો જથ્થો બળીને ખાખ થઈ ગઈ હતો.
ખીજડીયા બાયપાસ પાસે વૃદ્ધાશ્રમમાં લાગી આગ
આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં ફર્નિચર, સાવરણી, લાકડા પાઇપ વગેરે રાખવામાં આવ્યા હતા, તેમાં પણ આગ લાગી હતી. જે બનાવને લઈને થોડો સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.

આ પણ વાંચો: ખંભાતના દરિયામાં ગેસ મળ્યો, ભારતના ઓફ શોર ડેવલપમેન્ટમાં મહત્ત્વની સિદ્ધિ
વૃદ્ધાશ્રમની અંદર હાજર રહેલા 25 જેટલાં વડીલોને સલામત રીતે ખસેડી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીના એક ટેન્કર વડે આગને કાબુમાં લઈ લીધી હતી.
જેથી સમયસર આગ કાબુમાં આવી જતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, આગના બનાવમાં વૃદ્ધાશ્રમમાં ફર્નિચર, દવાનો જથ્થો વગેરે વસ્તુ બળીને ખાખ થઈ હતી.



