અનામતનો આ ખેલ જોઈ CJI ખુદ ચોંક્યા, કહ્યું – આ તો નવા જ પ્રકારનો ફ્રોડ | Supreme Court Chief Justice Suryakant NEET Exam Reservation for Minorities

![]()
Reservation for Minorities: NEET પરીક્ષા પહેલા બૌદ્ધ કેવી રીતે બની ગયા? સુપ્રીમ કોર્ટે ગુરુવારે હરિયાણાના એક પરિવારના દાવા પર ઝાટકણી કાઢતા ક્હ્યું છે કે સદંતર અસ્વીકાર, તમે લઘુમતીઓના અધિકારો છીનવી લેવા માંગો છો, તમે દેશના સૌથી અમીર જગ્યાઓમાંથી આવો છો, તમને પોતાની ક્ષમતા પર ગૌરવ હોવું જોઈએ, આ એક પ્રકારની છેતરપિંડી જ છે, અમને વધુ ટિપ્પણી કરવા મજબૂર ન કરો.
પરીક્ષાના ઠીક પહેલા બૌદ્ધ ધર્મ અપનાવી લીધો
સુપ્રીમ કોર્ટે ગુરુવારે હરિયાણાના એક પરિવારના દાવા પર સવાલ ઉઠાવતા કહ્યું કે તમે લધુમતીઓને અપાયેલી અનામતનો લાભ લેવા માટે પરીક્ષાના ઠીક પહેલા બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો, હરિયાણા સરકાર પાસે પણ જવાબ માંગ્યો કે લધુમતી પ્રમાણપત્ર કેમ ઈસ્યુ કરવામાં આવ્યું તેનો જવાબ આપો, ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે પરિવાર દ્વારા કરવામાં આવેલી કોશિશની સખત શબ્દોમાં નિંદા કરી, પરિવારની હેતુ અંગે શંકા વ્યક્ત કરી. એક નવા પ્રકારની છેતરપિંડી ગણાવી.
અનામતનો લાભ લેવાનો ખેલ
મહત્વનું છે કે અરજી કરનાર પરિવાર હિસારના એક સબ ડિવિઝન ઓફિસર(સિવિલ) પાસેથી બૌદ્ધ લધુમતી પ્રમાનપત્ર પ્રાપ્ત કર્યું હતું. જેનાથી કોલેજમાં એડમિશન લેવાયું હતું. જો કે, ઉત્તર પ્રદેશ સરકારે 2016માં એક અધિસૂચના જાહેર કરી હતી કે લધુમતીનો દરજ્જો મેળવવા માટે રાષ્ટ્રીય લધુમતી આયોગની માન્યતા હોવી જરૂરી છે તે ઉપરાંત ઉત્તર પ્રદેશ રાજ્યમાંથી પણ મંજૂરી લેવી ફરજિયાત છે. ઉત્તર પ્રદેશ સરકારે આવી મંજૂરી આપવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. તેમ છતાં સંબંધિત ઓથોરીટીએ એડમિશન આપ્યું હતું. સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં કડક શબ્દોમાં મૌખિક ટીપ્પણીઓ કરી પરિવારના આ કામને એક છેતરપિંડી ગણાવી હતી.
CJI સૂર્યકાંતે કાઢી ઝાટકણી
CJI સૂર્યકાંતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સદંતર અસ્વીકાર, તમે દેશના સૌથી અમીર જગ્યાઓમાંથી આવો છો, તમને પોતાની ક્ષમતા પર ગૌરવ હોવું જોઈએ, આ એક પ્રકારની છેતરપિંડી જ છે, અમને વધુ ટિપ્પણી કરવા મજબૂર ન કરો. જસ્ટિસ જોયમાલ્ય બાગચીએ પણ કહ્યું કે તમે NEETની પરીક્ષા પહેલા બૌદ્ધ કેવી રીતે બની ગયા? કોર્ટે જિલ્લા પ્રશાસનની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, હિસારના એક સબ ડિવિઝન ઓફિસરે કેવી રીતે લધુમતીનું સર્ટિફિકેટ આપી દીધું?
કોર્ટે જાણ થઈ કે ઉમેદવારોએ અરજી કરતી વખતે પોતાને જનરલ શ્રેણીના હોવાનું જાહેર કર્યું હતું અને પુષ્ટિ આપી હતી કે તેઓ જન્મથી જનરલ શ્રેણીના છે. જે બાદ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, આગળની પૂછપરછમાં અને ઉમેદવારોના વકીલથી ખબર પડી છે કે ઉમેદવારોએ જન્મથી જનરલ કેટેગરી/શ્રેણીના હતા. લધુમતીના સર્ટિ ત્યારે આપવામાં આવ્યા જ્યારે ઉમેદવારો NEET 2025ની પરીક્ષા આપી રહ્યા હતા. ભલે ને તેઓ આર્થિક રીતે નબળા વર્ગ EWSમાં ન હતા. તો લધુમતી સમાજ સાથે સંબંધિત ઉમેદવાર તરીકે કેવી રીતે માની લેવાયા? જવાબદારી નક્કી કરવા માટે, કોર્ટે હરિયાણાના મુખ્ય સચિવને રાજ્યમાં લઘુમતી પ્રમાણપત્રો જાહેર કરવા માટેની માર્ગદર્શિકા પર સ્ટેટસ-રિપોર્ટ ફાઇલ કરવાનો નિર્દેશ આપ્યો.



