राष्ट्रीय

બારામતી પ્લેન ક્રેશ: અજિત પવાર માટે ‘કાળ’ સાબિત થઈ ધુમ્મસ! માત્ર 800 મીટર હતી વિઝિબિલિટી | ajit pawar plane crash baramati accident updates



Ajit Pawar plane crash : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું પ્લેન ક્રેશમાં દુઃખદ અવસાન થયું છે. બુધવારે સવારે બારામતીમાં તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં અજિત પવારની સાથે અન્ય ચાર લોકોના પણ કરૂણ મોત નીપજ્યાં હતાં. આ વિમાનના બંને પાયલોટના પણ મોત નીપજ્યાં હતાં. નાયબ મુખ્યમંત્રી મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. સવારે 08:45 વાગ્યે લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થઈ ગયું હતું. અજિત પવાર બારામતીમાં જનસભાને સંબોધિત કરવા જઈ રહ્યા હતા.

ધુમ્મસ બન્યું અજિત દાદાનું દુશ્મન

લૉ-વિઝિબિલિટી મુખ્ય કારણ દુર્ઘટના અંગે પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ વિસ્તારમાં ભારે ધુમ્મસ હતું જેના કારણે પાયલોટ માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઇ હતી. લૉ-વિઝિબિલિટી જ મોટું કારણ રહી, જેના કારણે પ્લેન ક્રેશ થયું હતું. એવું પણ સામે આવ્યું છે કે, બારામતીના આકાશમાં માત્ર 800 મીટરની વિઝિબિલિટી હતી. પાયલોટ માટે આ સ્થિતિ ખૂબ જ મુશ્કેલ હતી.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં શોક વચ્ચે અમદાવાદ પ્લેન ક્રેશ અંગે મોટા સમાચાર, સુપ્રીમ કોર્ટ વહેલી તકે સુનાવણી માટે તૈયાર

800 મીટરની વિઝિબિલિટી મોટો પડકાર

માત્ર 800 મીટરની વિઝિબિલિટી બારામતીમાં થયેલી વિમાન દુર્ઘટનાનું પ્રાથમિક કારણ ખરાબ હવામાન અને લૉ-વિઝિબિલિટી માનવામાં આવી રહી છે. દુર્ઘટના સમયે બારામતીની લેન્ડિંગ સ્ટ્રિપ (હવાઈ પટ્ટી)ના વિસ્તારમાં ભારે ધુમ્મસ હતું, જેના કારણે દ્રશ્યતા (વિઝિબિલિટી) ખૂબ જ ઓછી હતી. આશરે 800 મીટર સુધી જ જોઈ શકાતું હતું. મળતી માહિતી અનુસાર, આ લૉ-વિઝિબિલિટીમાં વિમાનને લેન્ડ કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી.

મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ

મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ એ બાબત પણ સામે આવી છે કે, બારામતીની આ હવાઈ પટ્ટી પર નાઈટ લેન્ડિંગની સુવિધા ઉપલબ્ધ નથી. તેવામાં ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીની સ્થિતિમાં લેન્ડિંગ વધારે જોખમી બની જાય છે. અજિત પવાર ચાર્ટર્ડ જેટ દ્વારા યાત્રા કરી રહ્યા હતા અને લેન્ડિંગના પ્રયાસ દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટનાની ગંભીરતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય કે, ક્રેશ બાદ મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ થઈ રહી છે. મળતી માહિતી અનુસાર, મૃતદેહો ઓળખવા માટે કપડાંની મદદ લેવામાં આવી રહી છે.



Source link

Related Articles

Back to top button