વડોદરામાં વીજ શટ ડાઉન : લાલબાગ ટાંકી વિસ્તારમાં કાલે સવારે પાણી ઓછા પ્રેસર અને મોડેથી મળશે | Power shutdown in Vadodara : Water will be available with low pressure in Lalbaug tank area

![]()
Vadodara Water Shortage : વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં અને પાણીગેટ ટાંકી તથા ગાજરાવાડી ટાંકી ખાતે વીજ નિગમનું શટ ડાઉન હોવાના કારણે લાલબાગ ટાંકીએ પંપીંગ મશીનરી ચલાવવી અશક્ય હોવાથી વિસ્તારના એક લાખ લોકોને જુદા જુદા સમયે પાણી મોડેથી અને ઓછા પ્રેશરથી અપાશે.
વીજ નિગમ દ્વારા શટ ડાઉન હોવાના કારણે મહાનગરપાલિકાની લાલબાગ ટાંકી ખાતે પંપીંગ મશીનરી ચલાવી શકાય તેમ ન હોવાથી આ ટાંકીએથી પાણી મેળવતા વિસ્તારોમાં આવતીકાલે, તા.29મીએ સવારના ઝોનમાં એસઆરપીએફ પોલીસ લાઈન નવાપુરામાં સવારે 7થી 8 તથા સિંધવાઈ માતા લાલબાગ કુંભારવાડા ડેરી મકરપુરા વિસ્તારમાં સવારે 8.30થી 9.30 વાગ્યાનું પાણી મોડેથી અને ઓછા દબાણથી આપવામાં આવશે. એવી જ રીતે પાણી ગેટ તથા ગાજરાવાડી ટાંકીથી સવારે 6થી 8.30 સુધી પાણી મેળવતા વિસ્તારોમાં પાણી આપવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે 5થી 5.50 સુધી શહેરના વાડી વિસ્તારમાં પાણીગેટથી માંડવી મેમણ કોલોની આજવા રોડ મહાવીર ચાર રસ્તા સુધી અમન સોસાયટી પાણીગેટ ટાંકીની પાછળનો વિસ્તાર, કોટિયાર્ક નગર ગોવિન્દ્ર પાર્ક જુની વોર્ડ 9 ઓફિસ સહિતનો વિસ્તારમાં સવારે 6.50થી 7.40 સુધી, એમજી રોડથી પાછળ ગેટ ઘડિયાળી પોળ બરાનપુરાથી માર્કેટ ચાર રસ્તા અને સવારે 6.30થી 7.00 સુધી, કિશનવાડી ગધેડા માર્કેટ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ રાવપુરા વિસ્તારમાં પાણી આપવાના સમયમાં ફેરફાર કરાયો છે.
વીજ નિગમનું શટ ડાઉન કામ પૂરું થયા પાણીગેટ ટાંકીથી સાંજના સમયે તમામ ઝોનમાં પાણીકાપથી ઓછા દબાણથી પાણી આપવામાં આવશે. વીજ પુરવઠો રાબેતા મુજબથી ટાંકીની પંપીંગ મશીનરી ચલાવી પાણી આપવામાં આવશે, તેમ પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવ્યું હતું.


