गुजरात

સુરત શિક્ષણ સમિતિના અણઘડ વહીવટ સામે ઉભા થયાં અનેક પ્રશ્નો : સત્ર પુરું થવાના 3 મહિના બાકી હશે ત્યારે વિદ્યાર્થીઓને મળશે સ્પોર્ટસ યુનિર્ફોર્મ | SMC school Students will get sports uniforms when there are 3 months left for end of session



Surat Education Committee : સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અઘેડો વહીવટના કારણે શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને શાળા સત્ર પુરું થવાના ત્રણેક મહિના જેટલો સમય બાકી હશે ત્યારે સ્પોર્ટસ યુનિર્ફોમ મળશે. દરમિયાન નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ શરુ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ સમિતિએ સ્પોર્ટસ યુનિર્ફોમ માટે દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે પરંતુ આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓએ જુનો જ સ્પોર્ટ્સ યુનિફોર્મ પહેરવા પડશે. જોકે, શાસકો લુલો બચાવ કરે છે કે, ગત વર્ષે જાન્યુઆરીમાં જ સ્પોર્ટ્સ, યુનિફોર્મ આપ્યા છે તેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે. પાલિકા યુનિફોર્મ આપશે ત્યારે સત્ર પુરું થવા આડે માંડ ત્રણેક મહિનાનો સમય રહેશે તેથી આ સમયે સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવાનો અર્થ શું રહેશે તે અંગે અનેક ચર્ચા થઈ રહી છે. 

સમિતિની શાળામાં સ્પોર્ટ્સ ટીચરનો અભાવ છે તેવામાં આગામી નજીકના દિવસોમાં ખેલ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે જેમાં શિક્ષણ સમિતિની શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભાગ લેશે ખેલ મહાકુંભ આડે ગણતરીના દિવસો છે ત્યારે હજી સુધી સમિતિના વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ મળ્યા નથી. ગત વર્ષે ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થયો હતો તે જ ભુલનું પુનરાવર્તન થયું છે અને હાલ ટેન્ડર મંજુર થયા છે. તેથી ફેબ્રુઆરી માસના અંત કે માર્ચની શરૂઆતમાં વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સ યુનિફોર્મ મળી શકે તેવી શક્યતા છે. 

શાસકો એવો દાવો કરે છે કે ગત વર્ષે જાન્યુઆરી મહિનામા સ્પોર્ટ્સ યુનિફોર્મ આપવામાં આવ્યા હતા તેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડશે નહીં. જોકે, જે રીતે ટેન્ડરની શરતો મુજબ ગણતરી થઈ રહી છે તે પ્રમાણે જે વિદ્યાર્થીઓને સ્પોર્ટસ યુનિફોર્મ આપવામાં આવશે અને વિદ્યાર્થીઓના હાલમાં આ સ્પોર્ટ્સ યુનિફોર્મ આવશે ત્યારે સત્ર પુરું થવા આડે ત્રણ મહિના જેટલો જ સમય બાકી રહેશે અને તેમાં પણ પરીક્ષાનો સમાવેશ થઈ જશે. તેથી મોડા યુનિફોર્મ આપવાનો હેતુ શું રહેશે તે અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. 



Source link

Related Articles

Back to top button