गुजरात

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં 8 વર્ષ પહેલાં થયેલી હત્યાના કેસના સાક્ષી પર તલવાર વડે હુમલો : માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા | Witness to murder case attacked with sword in Jamnagar’s Bardhan Chowk area



Jamnagar Crime : જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર ગઈકાલે ઘાંચીવાડ વિસ્તારમાં તલવાર વડે હુમલો થયો છે. હમજા યુસુફભાઈ માડકીયા નામના એક શખ્સે તેના માથા ઉપર તલવારનો ઘા જીકી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી આઠ વર્ષ પહેલા બર્ધન ચોક વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જે બનાવમાં ઇજાગ્રસ્ત યુવાન સાક્ષી તરીકે હતો, અને હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેનું મનદુઃખ રાખીને આરોપી હમજા માડકિયા દ્વારા હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ હુમલાખોર આરોપી ભાગી છુટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.



Source link

Related Articles

Back to top button