राष्ट्रीय

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા | A wave of mourning in politics due to the death of Ajit Pawar


Ajit Pawar Died in Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણથી આજે સવારે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોનું બારામતીમાં પ્લેન ક્રેશ થતાં નિધન થઇ ગયું. જેને લઈને આખા ભારતમાં હડકંપ મચી ગયો. દિગ્ગજ નેતાના નિધન પર હવે રાજકારણ સહિત દેશભરમાં શોકની લાગણી જોવા મળી રહી છે. જુઓ કોણે કેવી પ્રતિક્રિયા આપી છે. 

વડાપ્રધાન મોદી પણ થયા દુઃખી 

મહારાષ્ટ્રની સરકારમાં ભાજપના સહયોગી અજિત પવારના નિધન પર ખુદ વડાપ્રધાન મોદી પણ દુઃખી થયા છે. તેમણે ટ્વિટ કરતાં લખ્યું કે મહારાષ્ટ્રના બારામતીમાં એક દુઃખદ ઘટના બની. અજિત પવાર એક લોકનેતા હતા. તેમણે લોકોની સેવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે. 

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા 2 - image

રાહુલ ગાંધીએ પણ આપી પ્રતિક્રિયા 

વિમાન દુર્ઘટનામાં અજિત પવારના નિધન અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને તેમના સહ-યાત્રીઓના વિમાન દુર્ઘટનામાં મૃત્યુના સમાચાર ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં હું મહારાષ્ટ્રના લોકો સાથે છું. આ દુઃખની ઘડીમાં હું સમગ્ર પવાર પરિવાર અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા 3 - image

અજિત પવારના નિધન અંગે રાષ્ટ્રપતિ પણ થયા દુઃખી 

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ અજિત પવારના નિધન અંગે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મહારાષ્ટ્રમાં બારામતીમાં એક વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત અનેક લોકોના નિધનના અહેવાલ અત્યંત દુઃખદ છે. અજિત પવારનું અકાળે નિધન એક અપૂરણીય ક્ષતિ છે. તેમણે મહારાષ્ટ્રના વિકાસમાં, ખાસ કરીને સહકારી ક્ષેત્રમાં ખાસ યોગદાન આપ્યું જે હંમેશા યાદ રખાશે. 

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા 4 - image

કેમેરા સામે જ રડી પડ્યા દિગ્ગજ નેતા 

મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ : એકનાથ શિંદે 

મહારાષ્ટ્રમાં સત્તામાં ભાગીદાર અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારમાં પોતાના સહયોગી અજિત પવારના નિધન પર ભાવુક થઇ ગયા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર માટે આજે કાળો દિવસ છે. 

હું નિઃશબ્દ બની ગયો છું : ખડગે 

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઘેરો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. 

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા 5 - image

પ્રિયંકા ગાંધીએ અજિત પવારના નિધન પર આપી પ્રતિક્રિયા 

ગૃહમંત્રી અમિત શાહ થયા દુઃખી 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અજિત પવારના નિધન વિશે કહ્યું કે મહારાષ્ટ્રમાં આજે એક દુઃખદ ઘટના બની. જેમાં અમારા એનડીએના સાથી અજિત પવારને ગુમાવી દેવાથી હું વ્યથિત છું. તેમણે સાડા ત્રણ દાયકા સુધી મહારાષ્ટ્રના દરેક વર્ગના કલ્યાણ માટે પોતાને સમર્પિત કરી દીધા હતા. તેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી. 

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા 6 - image

મમતા બેનરજીએ આઘાતજનક ઘટના ગણાવી 

અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતા પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઇ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે.  આ ઘટનાની તપાસ થવી જોઇએ. 

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા 7 - image

કોંગ્રેસના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ ભાવુક થયા 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના દુ:ખદ વિમાન દુર્ઘટનામાં થયેલા અકાળ નિધનથી હું આઘાત અને ખૂબ જ દુઃખી છું. તેમનું અચાનક નિધન જાહેર જીવન અને મહારાષ્ટ્રના રાજકારણ માટે એક મોટું નુકસાન છે, જ્યાં તેમણે અનુભવ અને દૃઢ નિશ્ચય સાથે સેવા આપી હતી. તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે મારી ઊંડી સંવેદના, અને આ દુઃખની ઘડીમાં શક્તિ માટે પ્રાર્થના. ઓમ શાંતિ.

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા 8 - image

સીએમ યોગી પણ ભાવુક થયા 

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન પર પ્રતિક્રિયા આપતા વિમાન દુર્ઘટનાને સીએમ યોગીએ દુઃખદ ગણાવી હતી. તેમણે કહ્યું કે મારું હૃદય ચીરાઈ ગયું છે. અજિત પવારને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ. 

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા 9 - image

મહેબૂબા મુફ્તીને પણ લાગ્યો ઝટકો 

મહેબૂબા મુફ્તીએ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને અન્ય લોકોના વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવવાના દુ:ખદ અહેવાલોથી ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. મૃતકોના આત્માઓને શાંતિ મળે.

અજિત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શોકની લહેર, NCP નેતાઓ કેમેરા સામે જ રડી પડ્યા 10 - image





Source link

Related Articles

Back to top button