गुजरात

બેન્ક હડતાળથી જિલ્લાની 125 બ્રાન્ચમાં 120 કરોડના ટ્રાન્જેકશન-ક્લિયરીંગ અસરગ્રસ્ત | clearings worth Rs 120 crore affected in 125 branches of the district due to bank strike



– કામનું ભારણ ઘટાડવા અને કાર્ય સક્ષમતામાં વધારો કરવા

– બેન્કોમાં 5 દિવસનાં સપ્તાહના અમલીકરણ માટે હડતાલ – સુત્રોચ્ચાર કરાયા

ભાવનગર : બેન્કોમાં પાંચ દિવસનાં સપ્તાહના અમલીકરણ માટેની મોગણી સબ આજે ભાવનગરની રાષ્ટ્રીય કૃત બેન્કો અને તેમની બ્રાન્ચ મળી ૨૦૦૦ કર્મચારીઓએ હડતાળ પાડી હતી અને ૪૦૦ જેટલા કર્મચારીઓ નિલમબાગ એસ.બી.આઈ. પાસે એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા હતા.

 આજની આ હડતાળથી ભાવનગર જિલ્લાના અંદાજે ૧૨૦ કરોડનાં ક્લીયરીંગ ટ્રાન્જેકશન અસરગ્રસ્ત થયા હતા. દેશભરની જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી બેંકોના કર્મચારીઓનાં નવ યુનિયનોના બનેલા યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન દ્વારા બેન્કોમાં પાંચ દિવસનાં સપ્તાહનાં અમલીકરણની માંગણીના ટેકામાં આજરોજ દેશવ્યાપી બેન્ક હડતાલનું એલાન આપેલું.

અગાઉ આઈબીએ સાથે થયેલી સમજુતીઓ અને કરાર હેઠળ બેંકોમાં પાંચ દિવસનું સપ્તાહ શરૂ કરવા અને મહિનાના તમામ શનિવારે જાહેર રજા કરવાનું નક્કી થયું હતું. જેના બદલામાં બેંક કર્મચારીઓ સોમવારતી શુક્રવાર સુધી પ્રત્યેક દિવસ ૪૦ મીનીટ વધુ કામ કરશે તેવી પણ સહમતિ સાધવામાં આવી હતી. આ અંગે સરકારની સહમતીની રાહ જોવાય છે. પરંતુ સરકારે આ બાબતના અમલીકરણ માટે હજુ સુધી કોઈ જાહેરાત ન કરતા સરકારનું ધ્યાન કેંચવા માટે બેંક કર્મચારીઓએ હડતાલનું એલાન આપવાની પરજ પડી છે તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું છે કે અઠવાડિયામાં પાંચ દિવસનાં કામકાજથી કર્મચારીઓ પર કામનું ભારણ ઘટશે અને તેઓની કાર્યક્ષમતામાં વધારો થશે. આજરોજ ભાવનગર જીલ્લાનીદરેક બેંકોનાં કર્મચારીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા નિલમબાગ એકત્રીત થઈ સુત્રોચ્ચાર – ધરણા પ્રદર્શન કરેલ તેમાં અંદાજીત ૩૦૦થી ૪૦૦ કર્મચારી ઉપસ્થિત રહેલ. આમ પાંચ દિવસનાં સપ્તાહની માંગણી સાથે હડતાલમાં ભાવનગરની રાષ્ટ્રીય કૃત બેંકો તેની બ્રાંચ મળી કુલ ૧૨૫ જેટલી શાખાઓનાં ૨૦૦૦ કર્મચારીઓ હડતાલ પર રહયા હતા જેનાકારણે ભાવનગર જિલ્લાનું અંદાજીત ૧૨૦ કરોડ ટ્રાન્જેકશન, ક્લીયરીંગ અસરગ્રસ્ત બન્યું હતું. યુનિયન દ્વારા આજે સવારે નિલમબાગ એસ.બી.આઈ. ખાતે ૪૦૦ જેટલા કર્મચારી – અધિકારીઓ એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા હતા. 



Source link

Related Articles

Back to top button