સુરેન્દ્રનગરમાં નવા સકટ હાઉસ પાસે દુકાનમાં આગ લાગી | Fire breaks out in shop near New Sakat House in Surendranagar

![]()
શોટસકટના
કારણે આગ લાગી હોવાનઈ આશંકા
આગને
કારણે દુકાનમાં રહેલી ખાણીપીણી સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાક
સુરેન્દ્રનગર –
સુરેન્દ્રનગર જીલ્લામાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે ત્યારે
શહેરના નવા સકટ હાઉસ પાસે આવેલ એક જનરલ સ્ટોરની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી
હતી.
સુરેન્દ્રનગર-મુળી
રોડ પર આવેલ નવા સકટ હાઉસ પાસે રીંકી જનરલ સ્ટોર નામની દુકાનમાં અચાનક આગ લાગતા અફડાતફડી
મચી જવા પામી હતી. આગમાં સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નહોતો પરંતુ જનરલ સ્ટોરમાં
રહેલ ખાણી પીણી સહિતની ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ જતા મોટાપાયે નુક્શાન પહોંચ્યું હતુ.
આ બનાવની જાણ થતા લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડયા હતા અને મહાનગર પાલિકાની ફાયર
ફાયટર ટીમને જાણ કરતા સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો
હાથ ધર્યા હતા. જ્યારે પ્રાથમિક તપાસમાં શોટ સકટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન
સેવાઈ રહ્યું છે.



