નધાનપુરા રોડ ઉપરથી વિદેશી દારૂની 38 બોટલ સાથે ગાડી ચાલક ઝડપાયો | Driver caught with 38 bottles of foreign liquor on Nadhanpura road

![]()
– લીંબાસી પોલીસની કાર્યવાહી
– પોલીસે દારૂનો જથ્થો, કાર, રોકડ સહિતનો રૂ. 1.10 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો
નડિયાદ : લીંબાસી પોલીસે સોમવારની સાંજે નધાનપુરા પાલ્લા રોડ ઉપરથી ગાડીમાં વિદેશી દારૂની ૩૮ બોટલ (કિંમત રૂ. ૯,૦૦૦)ના જથ્થા સાથે ગાડીના ચાલકને ઝડપી પાડયો હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નાંેધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લીંબાસી પોલીસ સોમવારની સાંજે પેટ્રોલિંગમાં નીકળી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે, નધાનપુરથી પાલ્લા તરફ અલ્ટો ગાડી વિદેશી દારૂ ભરીને પસાર થનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન નધાનપુર રોડ ઉપર ઉપર આવતી ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ગાડીના ચાલકે હંકારી મુકતા પોલીસે તેનો પીછો કરી ઝડપી પાડી ગાડીના ચાલકની પૂછપરછ કરતા રોહિત ઉર્ફે ટીનો કનુભાઈ ઠાકોર (રહે. ત્રાસદ, તા. ધોળકા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે ગાડીની તપાસ કરતા વિદેશી દારૂની ૩૮ બોટલ (કિંમત રૂ.૯,૦૦૦)ની તેમજ રોકડ રકમ રૂ.૧,૦૦૦ મળી આવી હતી. જેથી પોલીસે રૂ.૧,૦૦,૦૦૦ની ગાડી મળી કુલ રૂ.૧,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. આ બનાવ અંગે લીંબાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.



