मनोरंजन

દિશા પટાણી તલવિંદર સાથેના સંબંધોની પરોક્ષ ઘોષણા કરી | Disha Patani indirectly announces relationship Talwinder



– છેલ્લા કેટલાય દિવસોથી ડેટિંગની ચર્ચા 

– બન્ને જણા એક ઇવેન્ટ દરમિયાન જાહેરમાં હાથમાં હાથ પરોવીને આવ્યાં

મુંબઇ : દિશા પટાણીએ પંજાબી સિંગર તલવિંદર સાથેના પોતાના સંબંધાની પરોક્ષ ઘોષણા કરી છે.  તાજેતરમાં મુંબઈમાં એક ઈવેન્ટમાં બંનેએ હાથમાં હાથ પરોવીને સાથે એન્ટ્રી કરી હતી. તે પરથી તેમની ડેટિંગની અફવાને બળ મળ્યું છે. 

થોડા દિવસો પહેલાં નુપુર સેનનના લગ્નમાં દિશા અને તલવિંદર વચ્ચે આત્મીયતા જોવા  મળી હતી. ત્યારથી બંને વચ્ચે રોમાંસ ચાલી રહ્યો હોવાની અફવા છે.ભૂતકાળમાં દિશા પટાણી ટાઇગર શ્રોફને ડેટ  કરતી હતી. તેઓ લગ્ન કરવાના છે તેવી પણ ચર્ચા હતી.

 પરંતુ ટાઇગરને પોતાની કારકિર્દી પ્રત્યે ધ્યાન આપવું હોવાથી તેને લગ્ન કરવામાં રસ નહોતો. પરિણામે તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. 



Source link

Related Articles

Back to top button