गुजरात

વડોદરામાં SIRની કામગીરીનો વિરોધ, કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરોની અટકાયત | Vadodara Protest against SIR work: Congress workers including president detained



Vadodara SIR Oppose: વડોદરામાં SIR પ્રક્રિયામાં ફોર્મ નં. 7માં આપેલા વાંધા અરજીઓ તેમજ ફોર્મ નં.7માં વિવિધ પ્રકારની છેડછાડ થઈ રહી હોવાના મુદ્દે જવાબ લેવા માટે કોંગ્રેસે હવે વિધાનસભા દીઠ કાર્યક્રમ યોજ્યો હતો. શહેર વિધાનસભા માટે જૂની કલેકટર કચેરી કોઠી ચાર રસ્તા, સયાજીગંજ વિધાનસભા માટે નર્મદા નહેર ભવન, છાણી જકાત નાકા, અકોટા, રાવપુરા, માંજલપુર વિધાનસભા માટે નવી કલેકટર કચેરી ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

આ કાર્યક્રમ દરમિયાન સૂત્રોચાર કરી વિરોધ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોષી તથા કાર્યકર્તાઓની પોલીસે ટિંગાટોળી કરીને અટકાયત કરવાની ફરજ પડી હતી. આ કાર્યકરોએ નાગરિકો સમક્ષ વિવિધ રજૂઆતો કરીને ચૂંટણી પંચના નિર્ણયનો પણ વિરોધ કર્યો હતો. આ અંગે શહેર પ્રમુખ ઋત્વિક જોષીએ જણાવ્યું હતું કે, એક તરફી મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે, જેને કારણે અનેક મતદારોના નામો કમી કરવાની ફેરવી ચૂંટણી વિભાગ દ્વારા થઈ રહી છે. આ મુદ્દે જરૂર પડે કોર્ટમાં પણ જઈશું. 



Source link

Related Articles

Back to top button