गुजरात

વડોદરા: રામનાથ સ્મશાનમાં રીનોવેશન દરમિયાન કેટલાક સમાજની ચિતાઓ તોડી નંખાતા રોષ | Vadodara: Protest during renovation at Ramnath crematorium know the reason



વડોદરા શહેરના રામનાથ સ્મશાનના રિનોવેશનની ચાલતી કામગીરીમાં કેટલાક સમાજની અંતિમ ક્રિયા અંગેની તોડી નાખવામાં આવેલી ચિતાઓ સામે વિવિધ સમાજમાં ભારે રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ અંગે કોઈ પગલાં નહીં લેવાય તો મ્યુ. કમિ.નો ઘેરાવો કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. રામનાથ સ્મશાનમાં રીનોવેશનની કામગીરી કેટલાય વખતેથી ચાલી રહી છે.

આ સ્મશાનમાં ચુનારા, ઉદા પટેલ, માળી સમાજ દ્વારા અંતિમ ક્રિયા વખતે યોગ્ય ધાર્મિક વિધિ કરવામાં આવે છે. પરંતુ હાલમાં ચાલતી રીનોવેશનની કામગીરી દરમિયાન આ તમામ સમાજની ચિતાઓ તોડી નાખવામાં આવી હોવાની વિગતો બહાર આવ્યું છે જેથી આ તમામ સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. રીનોવેશનના કારણે તોડી નંખાયેલી ચિતાઓ તાત્કાલિક ધોરણે પૂન: બનાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પાલિકા મ્યુનિસિપલ કમિશનરનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.



Source link

Related Articles

Back to top button