गुजरात

વડોદરામાં ધુમ્મસ સાથે પ્રદુષણ: વહેલી સવારનું AQI 288 પહોંચ્યો


વડોદરામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વધી રહેલી ઠંડી સાથે વાતાવરણમાં વ્યાપેલું પ્રદુષણ જાણે અચાનક નીચેના ભાગે આવી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.

આજે વહેલી સવારથી વડોદરામાં ધુમ્મસભર્યું વાતાવરણ હતું. જ્યાં રસ્તા પર વાહનોને હેડલાઈટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી. સૂર્યોદય બાદ પણ જાણે અંધકાર વ્યાપ્યો હોય તેમ ધૂંધળું વાતાવરણ છવાયું હતું. વાતાવરણમાં ભેજની સાથે સાથે પ્રદુષણ પણ વધતા આજે વડોદરા શહેરનું મહત્તમ AQI સવારે 7થી 8 વાગ્યાના વચ્ચે 288 નોંધાયું હતું.



Source link

Related Articles

Back to top button