गुजरात

અધેવાડા નજીક તળાવમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો | Body of unidentified youth found in lake near Adhewada



– ફાયર બ્રિગેડ સ્ટાફે મૃતદેહને બહાર કાઢયો

– પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી 

ભાવનગર : અધેવાડા નજીક આવેલા ઢબૂડી તળાવમાંથી અજાણ્યા યુવાનનું મૃતદેહ તરતો હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કર્યો હતો.

આ સમગ્ર બનાવી જાણવા મળતી માહિતી મુજબ અધેવાડા નજીક આવેલા સ્પોર્ટ્સ કામ્પ્લેક્સ પાસેના ઢબૂડી તળાવમાં મૃતદેહ તરતો હોવાની માહિતી ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ સ્થળ ઉપર પહોંચ્યો હતો.અને ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પોલીસને સુપ્રત કરતા પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી અજાણ્યા યુવાન કોણ છે.અને ક્યાંનો રહેવાસી છે તે અંગે તપાસ તેજ બનાવી છે.



Source link

Related Articles

Back to top button