मनोरंजन

હૃતિક રોશન વોકિંગ સ્ટીકની મદદથી ચાલતો જોવા મળતાં ચિંતા | Concerns arise after Hrithik Roshan is seen walking with the help of a walking stick



– ઘૂંટણમાં ઈજા થઈ હોવાની અટકળો

– હૃતિકની ઈજા લાંબી ચાલશે તો ક્રિશ ફોરનાં શિડયૂલ પર અસર પડશે તેવી ચર્ચા

મુંબઈ: હૃતિક રોશન તાજેતરમાં એક ઈવેન્ટમાં વોકિંગ સ્ટીકના સહારે ચાલતો જોવા મળ્યો હતો. તેના કારણે તેની તબિયત બાબતે ચાહકોમાં ચિંતા પ્રસરી છે. 

એક અટકળ મુજબ હૃતિકને કદાચ ઘૂંટણમાં ઈજા થઈ છે. આથી તેના માટે વોકિંગ સ્ટીક વિના ચાલવું અશક્ય બન્યું છે. ફિલ્મ સર્જક ગોલ્ડી બહેલની બર્થ ડે  પાર્ટી એટેન્ડ કરવા આવેલો હૃતિક વોકિંગ સ્ટીક સાથે જ કારમાંથી ઉતર્યો હતો અને વોકિંગ સ્ટીકના ટેકે ચાલ્યો હતો. સામાન્ય રીતે  હૃતિક પાપારાઝીઓ સાથે હસીબોલીને વાત કરતો હોય છે પરંતુ આ વખતે તેણે કેમેરાપર્સન્સની સામે જોવાનું પણ ટાળ્યું હતું. 

હૃતિક તેની આગામી ફિલ્મ ‘ક્રિશ ફોર’નું જાતે દિગ્દર્શન કરવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિનાઓમાં શરુ થવાનું છે. જોકે, ચાહકોને ચિંતા છે કે હૃતિકની ઈજા લાંબી ચાલશે તો આ શૂટિંગ વધુ પાછળ ઠેલાઈ શકે છે. 



Source link

Related Articles

Back to top button