શુભાંશુ શુક્લાને અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર અને વિશિષ્ટ સેવા પુરસ્કારની જાહેરાત, જુઓ નામ | President Murmu Approves 70 Gallantry Awards Group Captain Shubhanshu Shukla Gets Ashok Chakra

![]()
Gallantry Awards 2026 : 77મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સશસ્ત્ર દળોના 70 જવાનોને વીરતા પુરસ્કારો આપવાની મંજૂરી આપી છે. આ વર્ષે ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને દેશના બીજા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને શાંતિ સમયના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર ‘અશોક ચક્ર’થી સન્માનિત કરવામાં આવશે. શુભાંશુ શુક્લાએ ગયા વર્ષે જૂનમાં એક્સિયમ-4 મિશન હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની 18 દિવસની ઐતિહાસિક મુલાકાત લીધી હતી, જે ભારતની ગગનયાન મહત્વાકાંક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
70 પુરસ્કારોની જાહેરાત
રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા કુલ 70 પુરસ્કારોમાં 1 અશોક ચક્ર, 3 કીર્તિ ચક્ર, 13 શૌર્ય ચક્ર (એક મરણોત્તર), એક બાર ટુ સેના મેડલ (વીરતા), 44 સેના મેડલ (પાંચ મરણોત્તર સહિત), 6 નૌસેના મેડલ અને બે વાયુસેના મેડલનો સમાવેશ થાય છે. આ પુરસ્કારો વિવિધ લશ્કરી કામગીરીમાં અપ્રતિમ સાહસ અને ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર બહાદુર જવાનોને એનાયત કરવામાં આવ્યા છે.
ઉગ્રવાદી-આતંકીઓ સામે લડનાર બે હસ્તીઓને કીર્તિ ચક્ર
કીર્તિ ચક્ર વિજેતાઓમાં મેજર અર્શદીપ સિંહ અને નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બાનો સમાવેશ થાય છે. મેજર અર્શદીપ સિંહે ભારત-મ્યાનમાર સરહદ પર ઉગ્રવાદીઓ સામેની લડાઈમાં અદમ્ય સાહસ બતાવ્યું હતું, જ્યારે નાયબ સુબેદાર સુબ્બાએ કિશ્તવાડના જંગલોમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાં આતંકીઓને ઠાર કર્યા હતા. નૌકાદળની મહિલા અધિકારીઓ લેફ્ટનન્ટ કમાન્ડર દિલના અને રૂપાને પણ શૌર્ય ચક્રથી નવાજવામાં આવશે, જેમણે INSV તારિણી દ્વારા 50,000 કિલોમીટરની દરિયાઈ પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
President Droupadi Murmu has approved Gallantry awards to 70 Armed Forces personnel, including six posthumous, on the eve of the 77th Republic Day. These include one Ashok Chakra, which was awarded to Indian Air Force Group Captain Shubhanshu Shukla, three Kirti Chakras, 13… pic.twitter.com/dSEqabyq6s
— IANS (@ians_india) January 25, 2026
અશોક ચક્ર (Ashoka Chakra)
- 29014 ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા, ફ્લાઈંગ (પાયલોટ) – એર ફોર્સ
કીર્તિ ચક્ર (Kirti Chakra)
- IC-81753K મેજર અર્શદીપ સિંહ, આર્મડ, 1 આસામ રાઇફલ્સ – આર્મી
- JC-415036K નાયબ સુબેદાર ડોલેશ્વર સુબ્બા, 2 પેરા (SF) – આર્મી
- 25284 ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, ફ્લાઈંગ (પાયલોટ) – એર ફોર્સ
શૌર્ય ચક્ર (Shaurya Chakra)
- IC-71626F લેફ્ટનન્ટ કર્નલ ઘાટગે આદિત્ય શ્રીકુમાર, 21 પેરા (SF) – આર્મી
- IC-83399Y મેજર અંશુલ બાલ્ટુ, JAK LI, 32 આસામ રાઇફલ્સ – આર્મી
- IC-84586K મેજર શિવકાંત યાદવ, 5 પેરા (SF) – આર્મી
- SS-49451K મેજર વિવેક, મિકેનાઈઝ્ડ ઈન્ફન્ટ્રી, 42 RR – આર્મી
- SS-49484P મેજર લેશાંગથેમ દીપક સિંહ, 11 પેરા (SF) – આર્મી
- IC-85492Y કેપ્ટન યોગેન્દ્ર સિંહ ઠાકુર, 6 પેરા (SF) – આર્મી
- JC-0110806H સુબેદાર પી એચ મોસેસ, 1 આસામ રાઇફલ્સ – આર્મી
- 15507686K L/DFR બલદેવ ચંદ, આર્મડ, 4 RR (મરણોત્તર) – આર્મી
- G/38589Y રાઈફલમેન માંગલેમ સાંગ વૈફેઈ, 3 આસામ રાઇફલ્સ – આર્મી
- G/5019682A રાઈફલમેન ધુર્બા જ્યોતિ દત્તા, 33 આસામ રાઇફલ્સ – આર્મી
- 08030-Z લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે – નેવી
- 09134-H લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ – નેવી
- 129078 આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિપિન વિલ્સન – MHA
બાર ટુ સેના મેડલ (શૌર્ય)
- 3010203A L/HAV સત્ય પાલ સિંહ, SM, 6 રાજપૂત – આર્મી
સેના મેડલ (ગૌરવ)
- IC-67549A કર્નલ અમિત દધવાલ, 205 આર્મી એવિએશન સ્ક્વોડ્રન (UH)
- IC-75356P લેફ્ટનન્ટ કર્નલ મુદિગેરે રાજગોપાલ સુહાસ, 1 પેરા (SF)
- TA-42579P લેફ્ટનન્ટ કર્નલ પ્રદીપ શૌરી આર્ય, SC, VSM (ટેરિટોરિયલ આર્મી)
- SS-49455A મેજર કુલબીર સિંહ મોહન, પેરા, HQ SFF
- IC-79113F મેજર અનીશ ચંદ્રન સી, કુમાઉ, 1 આસામ રાઈફલ્સ
- IC-79876X મેજર ચરણજીત સિંહ, 20 RR (રાષ્ટ્રીય રાઈફલ્સ)
- IC-80884H મેજર નાગાવિગ્નેશ કે.એ., 1831 મેડિકલ રેજીમેન્ટ
- IC-83189Y મેજર રોહિત કુમાર, 12 પેરા (SF)
- IC-83280P મેજર શિવપ્રસાદ કે., ગાર્ડ્સ, 3 આસામ રાઈફલ્સ
- IC-83956M મેજર અક્ષય આનંદ, આર્ટિલરી, 36 આસામ રાઈફલ્સ
- IC-84276Y મેજર સી. સાઈ વિવેક, આર્ટિલરી, 33 આસામ રાઈફલ્સ
- IC-84360Y મેજર વિશ્વ પ્રકાશ દુબે, આર્મર્ડ, 23 આસામ રાઈફલ્સ


