गुजरात

ચાલકને ઇજા થતાં સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો | The driver was injured and taken to a hospital in Karamsad for treatment



– ચિખોદરા ઓવરબ્રિજ પર એક્ટિવા સ્લિપ થતાં યુવકનું મોત

આણંદ : આણંદના ચિખોદરા ઓવરબ્રિજ નજીક રાત્રિના સુમારે પુરપાટ ઝડપે જઈ રહેલી એક એક્ટિવા સ્લીપ ખાઈ જતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક્ટિવા ચાલક યુવક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

 આણંદ પાસેના ગામડી ગામે રહેતા આકાશ બાબુભાઈ તળપદાનો ભાઈ યોગેશ ( ઉ.વ૨૮)  ટાયરની દુકાનમાં નોકરી કરતો હતો ગઈકાલ રાત્રિના સુમારે યોગેશ પોતાના મિત્ર રોહન મુકેશભાઈ ઠાકોર સાથે એક્ટિવા ઉપર સવાર થઈને ઘરેથી ચિખોદરા ચોકડી તરફ જવા માટે નીકળ્યા હતા. મોડી રાત્રિના સુમારે બંને મિત્રો ચિખોદરા ઓવરબ્રિજ નજીક ના સવસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક્ટિવા ચાલક રોહન ઠાકોરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા એક્ટિવા સ્લીપ ખાઈ જતા બંને મિત્રો રોડ ઉપર પટકાયા હતા અને રોડના ડિવાઈડર સાથે ભટકાયા હતા. આ અકસ્માતમાં યોગેશને ઇજા થઇ હતી અકસ્માતને પગલે ૧૦૮ ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્ત બંને યુવકોને કરમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે યોગેશને તપાસીને મૃત જાહેર કર્યો હતો.



Source link

Related Articles

Back to top button