गुजरात

મહિસાથી વાસણા જતો બિસ્માર માર્ગનું સમારકામ નહીં કરાય તો આંદોલનની ચીમકી | Threat of agitation if the dilapidated road from Mahisa to Vasna is not repaired



– રોડ ભંગાર બનતા વાહન ચાલકોને હાલાકી 

– કઠલાલ જવાનો મુખ્ય રોડ હોવાથી બંને સાઇડ પર વૃક્ષો દૂર કરી રોડ પહોળો કરવાની માગણી

નડિયાદ : મહુધાના મહીસાથી વાસણા સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે.આ બિસ્માર રસ્તાના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. આ રસ્તો તાલુકા મથક કઠલાલ જવા માટેનો મહત્વનો માર્ગ હોવા છતાં માર્ગ મકાન વિભાગ દ્વારા સમારકામ કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવે છે. લોકોએ રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મહુધા તાલુકાના મહીસા ગામથી વાસણા ગામને જોડતો રોડ આવેલો છે. આ રોડ કઠલાલ જવા આવવા માટેનો મુખ્ય રસ્તો છે. છેલ્લા ઘણા સમયથી આ રસ્તા પર ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવું જોખમી બન્યું છે. આ ઉપરાંત રોડની બંને બાજુએ ઝાડી-ઝાંખરા અને બાવળ ઉગી નીકળ્યા છે. જેના કારણે રોડ સાંકડો બની ગયો છે તેમજ નાની ગયેલા ઝાડના ડાળખાના કારણે સામેથી કોઈ વાહન આવતું હોવાથી અકસ્માત થવાનો ભય છે. આ રોડ ઉપર બંને સાઇડ ઉપરથી બાવળનું કટિંગ કરવામાં આવે તો રસ્તો પહોળો થઈ શકે તેમ છે અને અકસ્માતનો ભય ઘટી શકે છે.

મહીસા અને વાસણાના ગ્રામજનોને અનાજ, કરિયાણું, શાકભાજી કે અન્ય ઘરવખરીના ખરીદી તેમજ બીમારીના સમયે સારવાર અર્થે કઠલાલ જવા ખખડધજ રસ્તા પરથી પસાર થવું પડે છે. આ રોડનું ઘણાં સમયથી સમારકામ કરવામાં આવ્યું નથી.આ રસ્તાનું સત્વરે સમારકામ કરી લોકોને પડતી હાલાકી દૂર કરવા લાગણી વ્યાપી છે.



Source link

Related Articles

Back to top button