ઉતાવળે કરેલી કાર્યવાહીનું પરિણામ, પ્રભુદાસ ઠકકર કોલેજને સીલ મારવા ગયેલી કોર્પોરેશનની ટીમ પરત ફરી | The result of hasty action

![]()
અમદાવાદ,શનિવાર,24 જાન્યુ,2026
અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી પ્રભુદાસ ઠકકર કોલેજને
સીલ મારવા ગયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ટેકસ વિભાગની ટીમને પરત ફરવાની ફરજ પડી
હતી. કોલેજનો ૧૧.૭૭ લાખ પ્રોપર્ટી ટેકસ ભરવાનો બાકી હોવાથી કોર્પોરેશનની ટીમે
કોલેજના દરવાજે સીલ મારવાની કામગીરી શરુ કરી હતી. આ સમયે આ બાબતની અધ્યાપક મંડળને
જાણ થતા પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરી બાકી ટેકસ ભરવા
બાંહેધરી આપતા કોર્પોરેશનની ટીમ પરત ફરી હતી.
શહેરના નારાયણનગર રોડ ઉપર આવેલી પ્રભુદાસ ઠકકર કોલેજ ખાતે
બે દિવસ અગાઉ સવારના સમયે પશ્ચિમ ઝોન ટેકસ વિભાગની ટીમ પહોંચી હતી.જયાં ટીમ દ્વારા
દરવાજા ઉપર સીલ મારવાની કાર્યવાહી શરુ કરાઈ હતી. આ બાબતને લઈ સિકયુરીટી દ્વારા
અધ્યાપક મંડળ અને ટ્રસ્ટીઓને જાણ કરાઈ હતી.કોર્પોરેશનની ટીમ સીલની કાર્યવાહી માટે
કોલેજ પહોંચી હતી એ સમયે સેમેસ્ટર પૂર્ણ થવાની તૈયારી છે અને અભ્યાસક્રમ બાકી
હોવાના કારણે વિદ્યાર્થીઓના હિતમાં સીલની કાર્યવાહી અટકાવવા ડેપ્યુટી કમિશનરને
રજુઆત કરાઈ હતી. ટેકસ વિભાગના એક અધિકારીના કહેવા મુજબ, ૩૧ જાન્યુઆરી
સુધીમાં બાકી પ્રોપર્ટી ટેકસ ભરપાઈ કરવા અંગે કોલેજ સત્તાવાળાઓ તરફથી બાંહેધરી
આપવામા આવી છે.



