गुजरात

મહિલા ક્રિકેટ મેચ દરમિયાન કોટંબી સ્ટેડિયમના પાર્કિંગમાં કાર આગમાં લપેટાતાં દોડધામ મચી | fire caught in car at kotambi stadium



વડોદરાઃ કોટંબી ખાતે મહિલા ક્રિકેટ મેચ દરમિયાન એક કારમાં આગ લાગતાં થોડીવાર માટે દોડધામ મચી હતી.

કોટંબી ખાતે વુમન્સ પ્રિમિયર લીગની મેચ ચાલી રહી છે ત્યારે આજે સાંજે ગેટ-૨ નજીક પાર્કિંગમાં એક કારમાંથી ધુમાડા નીકળવા માંડતા સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા.

કારમાંથી આગના ગોટેગોટા નીકળવા માંડતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો.જો કે ફાયર બ્રિગેડ આવી જતાં આગ તરત જ કાબૂમાં લેવામાં આવી હતી.બીજા વાહનો થોડે દૂર પાર્ક હોવાથી ત્યાં આગની અસર થઇ નહતી.



Source link

Related Articles

Back to top button