गुजरात

બનાસકાંઠા: ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, રોંગ સાઈડ આવતી ટ્રકે કારને મારી ટક્કર | Banaskantha Accident: 6 Dead After Truck Collides With Car Near Amirgadh



Banaskantha Road Accident: બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ઈકબાલગઢ નેશનલ હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે અને રોંગ સાઈડમાં આવતી એક ટ્રકે કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર 6 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

કારનો કચ્ચરઘાણ વળી ગયો

મળતી માહિતી અનુસાર, અમીરગઢના ઈકબાલગઢ હાઈવે પરથી પસાર થઈ રહેલી કારને સામેથી રોંગ સાઈડ ધસમસતી આવતી ટ્રકે અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર પાંચ લોકોએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. જોરદાર અવાજ સાંભળી આસપાસના લોકો અને વાહનચાલકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108ને જાણ કરી હતી.

3 ઇજાગ્રસ્તોની હાલત નાજુક

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય 3 વ્યક્તિઓને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો હાઈવે પર પહોંચી ગયો હતો.



Source link

Related Articles

Back to top button