વડોદરાના નવાપુરામાં ફરી વીજીએલનો સપાટો, વધુ 22 ગ્રાહકોના ગેસ કનેક્શન કપાયા | VGL strikes again in Navapura Vadodara gas connections of 22 more customers cut

![]()
Vadodara Gas Company : વડોદરા ગેસ લિમિટેડ દ્વારા ઘણા સમયથી બાકી ગેસ બિલની વસુલાત માટે કડકાઇ દાખવવામાં આવી રહી છે. આ દરમિયાન 306 ગ્રાહકોના પરિસરની વિઝીટ કરી રૂ.23.30 લાખની વસુલાત સાથે રૂ. 44.65 લાખની બાકી રકમ હોઈ તેવા 117 ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરાયા છે.
ગઈકાલે નવાપુરા વિસ્તારમાં ગેસના બાકી બીલની વસુલાત માટે ગેસ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે રિકવરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. આ દરમિયાન તાડ ફળિયા, જયરતન બિલ્ડિંગ, કોઠી ફળિયા, કલાકૃતિ ફ્લેટ, અમરદીપ એપાર્ટમેન્ટ, વસંત વિહાર સોસાયટી, શૈલેષ ચેમ્બર, અજીત સોસાયટી, કૃષ્ણનગર, ગોકુલ એપાર્ટમેન્ટ, આનંદ ભવન, અમી એપાર્ટમેન્ટ તથા કાશિવિશ્વનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં ચકાસણી કરી રૂ. 5,41,005ની ગેસ બિલ વસુલાત કરવામાં આવી હતી. જ્યારે 22 ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરવામાં આવ્યા હતા તેમજ 3 કનેક્શન ફરીથી ચાલુ કરવામાં આવ્યા હતા. કનેક્શન બંધ કરવામાં આવેલા ગ્રાહકો પાસેથી રૂ. 9,29,152ની રકમ વસૂલ કરાઈ હતી.



